મહેસાણાની મોઢેરા ચોકડી પાસે વરલી મટકાનું જુગારધામ પકડાયું.

પોલીસે ફરાર ઈસમો સહિત કુલ ૩૪ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

0
214

વરલી મટકાનો જુગાર રમતા ૩૨ જુગારીઓે ઝડપાયા,૨ ફરાર,૨.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા શહેર વિસ્તારમાં ખુલ્લેઆમ રમાડવામાં આવતા વરલી મટકાના જુગારધામ પર પોલીસે રેડ કરી ૩૨ જુગારીઓ ઝડપી પાડ્યાં છે.મહેસાણાના મોઢેરા ચોકડી પાસે રામઝૂંપડી રેસ્ટોરેન્ટની પાસે એક દુકાનમાં મોટાપાયે ચાલી રહેલા જુગરધામ પર મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિવિલ ડ્રેસમાં રેડ કરીને ૩૨ જેટલા જુગરીયા,જુગારના સાહિત્ય સાથે કુલ ૨ લાખ ૬૮ હજાર ૨૭૫નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મહેસાણા શહેરના મોઢેરા ચોકડી પાસે આવેલ રામઝૂંપડી રેસ્ટોરન્ટની બાજુની HS ઓનલાઇન માર્કેટીંગ દુકાનમાં લકી ડ્રોની ઓફિસ બનાવી જેમાં સિલ્વ કોઈન અને આધુનિક યંત્ર હેઠળ વરલી મટકાનો જુગાર રમવા ખેલીઓની લાઈનો લાગી હતી. જે દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકતા ૩૨ જેટલા જુગરીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.લોકલ ક્રાઇમને બાતમી મળતા સિવિલ ડ્રેસમાં શનિવારે રાત્રે રેડ કરી હતી. રેડ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ૩૨ હજાર ૦૨૫ રોડક રકમ, એક્ટિવમાંથી મળી આવેલી રોકડ રકમ ૫૪ હજાર ૫૦૦, એક એક્ટિવા જેની કિંમત ૩૫ હજાર, જુગરીઓના ૩૨ જેટલા મોબાઇલ જેની કિંમત ૯૯ હજાર તેમજ કોમ્પ્યુટર સેટ,પ્રિન્ટર સહિત સામગ્રી મળી કુલ ૨ લાખ ૬૮ હજાર ૨૭૫નો મુદ્દામાલ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો હતો. એમજ ફરાર ઈસમો સહિત કુલ ૩૪ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ઝડપાયેલા જુગારીઆ

સમીર રૂપારેલ, દીપેન રાણીગા, ભૂતિયા બનુભાઈ, દરબાર અશ્વિનસિંહ, લાલાજી ઠાકોર, જીતેન્દ્ર ઠાકોર, કિરણ કનુજી ઠાકોર, સંજય અમરાતભાઈ રાવળ, અસમુદ્દીન ભાટી, રમેશ પ્રજાપતિ, સશૈલેષ ઠાકોર, અમર સલાટ, સુરેશ સેનમાં, સુરેશ રાવળ, લાલસિંગ આમળા, દિવાનજી ઠાકોર, રતુજી સોલંકી, મણિલાલ પટેલ, કાળાભાઈ રાવળ, સોવનજી ઠાકોર, અમરાતભાઈ દરજી, વિષ્ણુજી ઠાકોર, જીવણજી ઠાકોર, ઈમ્તિયાઝ સૈયદ, બાબુભાઇ ઠાકોર, સોની હરેશ, ભાથીજી ઠાકોર, મહેન્દ્ર ભાઈ રાવળ, કાળુભાઇ વાઘેલા, પ્રવીણ કુમાર બારડ, સંજય નાયક, વિક્રમ ઠાકોર, ર્નિમલદાસ ગઢવી અને રજનીકાંત પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here