મહેસાણા શહેરમાં મહાત્મા ગાંધી બાગની સામે પાલિકા દ્વારા રૂ ૬.૬૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અટલ સ્પોર્ટ્સ સેન્ટરનું આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યું હતું. જે બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પોર્ટ્સ સેન્ટરમાં આવેલી વિવિધ સુવિધા નિહાળી હતી. મહેસાણા શહેરમાં વિકાસના કામોના બે લોકાર્પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા. જેમાં એક અટલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને બીજું આસ્થા ફ્લેટ સામે નવ નિર્મિત રોડનું આજે નીતિન પટેલે લોકાર્પણ કર્યુ હતું.ર્ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, મહેસાણા ખાતે બનાવવામાં આવેલા અટલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અદ્દભુત છે. આવો સ્વિમિંગ પુલ અન્ય શહેરોમાં નથી. મહેસાણા શહેર હાલમાં વિકાસની હરોળ ચાલી રહી છે, ત્યારે મહેસાણા ૧ માં જે પ્રકારે અમદાવાદ જેવી તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, એવી સુવિધાઓ હવે મહેસાણા ૨ માં કરવાનું પણ વિચારી રહ્યા છીએ.