મહેસાણામાં પાલિકાએ રેડ કરી 8 કોથળા વાસી બટાટા ઝડપી પાડ્યા, નાસ્તા હાઉસનો રાફડો ફાટી નીકળ્યો

પાલિકાએ મુદ્દામાલનો નાસ કરી 3500 રૂપિયા દંડ ફટકાર્યો

0
270

મહેસાણા શહેરમાં ખાણી પીણી અને નાસ્તા હાઉસનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે મહેસાણા વાસીઓ હોસે હોસે સવાર સાંજ ખાતા પાણીપુરી અને અન્ય વાનગીઓ ખાવામાં તો ચટાકેદાર લાગતી હોય છે, પરંતુ આ વાનગીઓ જ્યાં બને છે તે સ્થળે મહેસાણા પાલિકાએ દરોડા પાડી પકોડીમાં વપરાતા વાસી બટાકા અને ચાઈનીઝ રોલ સહિતનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.મહેસાણા પાલિકાની સેનેટરી વિભાગની 2 ટીમો છેલ્લા દસ દિવસથી મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં પકોડી બને છે અને ચાઈનીઝ રોલ બને છે, એવા સ્થળોની શોધમાં હતી.

પાલિકાની ટીમને માહિતી મળતાની સાથે જ શહેરમાં આવેલા પુનિત નગર, રામ નગર, વિકાસ નગર અને નાગલપુર વિસ્તારમાં આવેલા રબારી વાસ પાસે બનાવવામાં આવતી પકોડીના સ્થળ પર દરોડો પાડ્યો હતો.કાર્યવાહી દરમિયાન જેતે સ્થળ પરથી પાલિકા ટીમે 12 કિલો વાસી ચાઈનીઝ રોલ, ચાઈનીઝ રોલ બનાવવામાં આવતો સમાન પણ વાસી મળી આવ્યો હતો. તેમજ પકોડી બનાવતા સંચાલકોને ત્યાંથી 8 કોથળા વાસી બટેકા મળી આવતા પાલિકા ટીમે તમામ વાસી સામગ્રી ઝપ્ત કરી દંપિંગ સાઈડ પર તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો.

Source – divya bhaskar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here