મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારનો બહિષ્કાર

0
193

યુવકના પરિવારને હેરાન કરતાં કલેક્ટરને રજૂઆત કરી

મહેસાણા તાલુકાના ગણેશપુરા ગામમાં રહેતી પટેલ પરિવારની યુવતીને ગામના જ એક સથવારા પરિવારના યુવક સાથે આંખ મળી ગઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ પરિવારની મરજી વિરૂદ્ધ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બંને પતિ-પત્ની તરીકે ગામમાં રહેતા હતા. બંને અલગ અલગ જ્ઞાતિના હોવાથી ગામના વડિલોને પસંદ ન આવતાં તમામ ગામ લોકોને ઉશ્કેરી યુવકના પરિવાર સાથે સબંધ તોડી હેરાન પરેશાન કરતા હતા. આ મામલે પતિ પત્નીએ ગ્રામ પંચાયતના સરપંચને લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પ્રેમ લગ્ન કરનાર યુવકના પરિવાર અને કુટુંબી સાથે ગામલોકોએ અત્યાચાર કરવામાં પાછી પાની નથી કરી.

યુવકના પરિવા જનોને ગામલોકોએ દૂધ ઉત્પાદક મંડળીના કારોબારી સભ્યો થતા અન્ય આગેવાનો મળી અરજદાર અને સાસરી પક્ષના કુટુંબીજનોનો બહિષ્કાર કરી દૂધ- મંડળીમાંથી દૂધ, ઘી આપવું નહીં તેમજ ધમકીઓ આપી હતી. પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીએ જાણે મોટો ગુનો કર્યો હોય તે રીતે અપમાનિત કરવામાં આવી રહ્યા હતા. તેમજ અગાઉ ગામમાં એક ધાર્મિક પાટોત્સવમાં યુવકના પરિવારજનોને મંદિર અને પાટોત્સવના ઉપસ્થિત રહેવા પર મનાઈ કરવામાં આવી હતી. સમગ્ર મામલે યુવક અને યુવતી પરિવારજનો સાથે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા. સમગ્ર મામલે મામલે જિલ્લા કલેક્ટર અને મહેસાણા જિલ્લા પોલીસ વડા સમક્ષ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here