મહેસાણા અમદાવાદ હાઇવે પર શિવાલા સર્કલ પાસે મેવડ ગામની સીમમાં આવેલા જય ગોગા ડીઝલ પંપ પર પટેલ દશરથ ઈશ્વરભાઈ નામનો ઈસમ પોતાના મળતીયા માણસોને સાથે રાખી બહારથી ટેન્કરો મંગાવી ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતો હતો. હાઇવે પર પસાર થતા વ્હાનોમાં ગેરકાયદેસર બાયો ડીઝલ ભરી તગડો ધંધો કરતો હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ટીમને મળી હતી. સમગ્ર મામલે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ મહેસાણાના મેવડ સીમમાં આવી ગેરકાયદેસર ચાલતા બાયોડીઝલ પંપ પર દરોડો પાડી આરોપી દશરથ પટેલ સહિત કુલ ૯ જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. રેડ દરમિયાન ગાંધીનગર ટીમે જ્વલનશીલ પેટ્રોલિયમ ભરેલું મહારાષ્ટ્ર પર્સિંગનું ટેન્કર, ૬ અન્ય વાહનો, ૧૦ મોબાઈલ, મળી કુલ ૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
હાલમાં ગાંધીનગર ટીમે ૯ આરોપી અને ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ ૨ આરોપી વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલનો કારો કારોબાર બેફામ ચાલી રહ્યો છે. થોડા દિવસ અગાઉ ઉનાવા પાસેથી મહેસાણા એસઓજી ટીમે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા આરોપીઓ ને ઝડપયા હતા. જ્યારે મહેસાણા પોલીસને ગંધ પણ ના આવી અને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મહેસાણા તાલુકાના મેવડ ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર બાયોડીઝલના કારોબાર પર દરોડો પાડી ગેરકાયદેસર ચાલતા વેપલાનો પર્દાફાશ કર્યો છે. ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા કુલ ૯ ઈસમો ગાંધીનગર ટીમના હાથે ઝડપાયા હતા.