મહેસાણા જિલ્લામાં થર્ટી ફસ્ટના લીધે વિદેશી દારૂનું મોટો પાયે હેપ્રફેર થઈ રહી છે ત્યારે જિલ્લામાં હાલમાં સહેસાણા પોલીસ અઘિક્ષક સાહેબની સૂચનાથી પ્રોહીબિશન અંગે ખાસ સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે. જેમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ વિદેશી દારૂના વેચાણ કરતા ઈસમો સામે લાલ આંખ કરી છે ત્યારે બે દિવસ અગાઉ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિજાપુર તાલુકા પોલીસના નાક નીચેથી પિલવાઈમાં રેડ મારી ખેતરમાંથી બિયરના જથ્થા સાથે એકને ઝડપ્યો હતો. ત્યારે આજે નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ મારી કૈયલ ગામની સીમમાંથી ખેતરમાં છુપાવેલા વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
મહેસાણા એલ.સી.બી.ની ટીમ નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનની ખાસ ડ્રાઈવમાં પેટ્રોલિંગ પર હતી એ દરમિયાન પીએસઆઇ.એસ.ડી.રાતડા અને તેમની ટીમને બાતમી મળી હતી કે નંદાસણ પાસે આવેલ કૈયલ ગામમાં ઠાકોર દશરથજી અને ઠાકોર જીતેન્દ્ર બને ભેગા મળી બહાર થી વિદેશી દારૂ લાવી વેપાર કરે છે તેમજ પોતાના ખેતરમાં જમીન ના દારૂ નો જથ્થો રાખી વ્યાપાર કરે છે.જે બાતમી આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે રેડ મારી આરોપી જિતેન્દ્ર ગભાજી ને ઝડપી લીધો હતો તેમજ ખેતરમાં તપાસ દરમિયાન જુદી જુદી જગ્યાએ જમીનમાં પ્લાસ્ટિક ના કેરબા માં વિદેશી દારૂ ની બોટલો અને બિયર ના ટિમ મળી કુલ ૧૯૩ બોટલો જેની કિંમત ૫૦ હજાર ૩૪૦ નો મુદ્દામાલ જપ્ત કરી બને આરોપીઓ વિરુદ્ધ નંદાસણ પોલીસ મથક માં ગુનો દાખલ કરવી વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસ અગાઉ વિજાપુર પોલીસ ઉંઘતી રહી હતી ને એલ.સી.બી.એ વિદેશી દારૂ ઝડપ્યો હતો એજ રીતે આજે નંદાસણમાં પણ આ સીસ્ટમથી એલ.સી.બી.પોલીસે કૈયલમાથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે