મહેસાણામાં ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. જેની કામગીરી પૂરી થઈ ગઈ હોવા છતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી.
મહેસાણા શહેરમાં એક વર્ષથી બનાવેલા અદ્યતન મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. જે અંગે આગામી દિવસોમાં તંત્રને લોકાર્પણ કરવા માટે માંગ કરવામાં આવી છે. નહીં તો કોંગ્રેસ દ્વારા સ્ટેડિયમનું લોકાર્પણ કરી દેવામાં આવશે.જે અંગે જિલ્લા કલેક્ટર કચેરી અને પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ ઉદ્ઘાટન કરી નાખશે તેવી ચીમકી મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર પાર્થ રાવલ સહિત આપવામાં આવી છે.
મહેસાણા શહેરમાં થોડા દિવસો પહેલા કોંગ્રેસના આગેવાનોએ 147 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા અંડરપાસનું પણ લોકાર્પણ કરી દીધું હતું. જેના પરિણામે, ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ દોડતા થઈ ગયા હતા. ત્યારે અંડરપાસનું લોકાર્પણ કોંગ્રેસ દ્વારા કર્યા બાદ તાત્કાલિક સરકારે બે દિવસમાં મુખ્યમંત્રીની હાજરીમાં ફરી લોકાર્પણ કર્યું હતું.