શિયાળાની શરૂઆત થતાંજ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે અકસ્માત પર નિયંત્રણ લાવવા માટે હાલમાં મહેસાણા જિલ્લા સીટી ટ્રાફિક અને હાઇવે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ દ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં આજે મહેસાણાના ફતેપુરા સર્કલ પર આજ સવારથી સર્કલ પર પસાર થતા ભારે વાહનો જેવા કે ડમ્પર, ટ્રક, ટેન્કર જેવા વાહનો પર રેડિયમ લાગેલાના હોય તેવા વાહનો પર આજથી આઠ દિવસ સુધી રેડિયમ રીફલેક્ટર લગાવવામાં આવશે.
આ ડ્રાઇવ ૮થી ૧૫ તારીખ સુધી યોજાશે, જેમાં સીટી અને જિલ્લા ટ્રાફિક શાખાની ટીમો પોતાના જેતે પોઇન્ટ પર કામગીરી કરશે. તેમજ દિવસે અને રાત્રે આ ડ્રાઇવ કાર્યરત રહેશે, જેમાં જ્યાં વાહનોની સાથે સાથે અકસ્માત ઝોન ઉપર પણ રીફલેક્ટર લગાવવામાં આવશે. જેથી અકસ્માતમાં પણ ક્યાંકને ક્યાંક ઘટાડો જાેવા મળશે. આજ બપોર સુધીમાં મહેસાણા સીટી ટ્રાફિક શાખાએ ૨૦૦થી વધુ વાહનો પર રેડિયમ રીફલેક્ટર લગાવવામાં આવ્યા હતા. જેમાં ભારે વાહનો, રિક્ષા, ગાડીઓને રેડિયમ લગાવવામાં આવ્યા હતા.
મહેસાણા જિલ્લામાં આજથી આઠ દિવસ સુધી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મહેસાણા જિલ્લામાં હાઇવે પર પસાર થતા વાહનોને રેડીયમ રીફલેક્ટર લગાવવાની ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જ્યાં હાઇવે પરથી પસાર થતા વાહનો પર રેડિયમ લાગેલા ના હોય તેવા વાહનોને હાલમાં સીટી ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિક સાખા દ્વારા રીફલેક્ટર લગાવવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.