જિલ્લા વિકાસ અધિકારી ના સરપ્રાઈઝ ચર્કિંગમાં તલાટીઓ ગેરહાજર જોવા મળ્યા
ડીડીઓ એ નોટિસ આપી માંગ્યો ખુલાસો
મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા 16 નવેમ્બર 2016, 22 મે 2018 અને 06 જુલાઇ 2021 તેમજ 05 એપ્રિલ 2022ના પરિપત્રોથી જિલ્લાની પંચાયતોને ગ્રામ પંચાયતો ખાતે તલાટી કમ મંત્રીશ્રીઓની હાજરીના દિવસો,તલાટી કમ મંત્રીનો મોબાઇલ નંબર સહિત તેઓની ફેરણી કાર્યક્રમ દર્શાવતું બોર્ડ મુકવા તેમજ ગ્રામ પંચાયત કચેરી ખાતે મુવમેન્ટ રજિસ્ટર નિભાવવા સૂચનાઓ આપવામાં આવલે છે.
જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે મહેસાણા જિલ્લાની વિવિઘ ગ્રામ પંચાયતોની મુલાકાત લીધી હતી.મહેસાણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીએ 01 એપ્રિલના રોજ બેચરાજી તાલુકામાં,08 એપ્રિલના રોજ વિસનગર અને વડનગર તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઘણા તલાટી કમ મંત્રીઓ પોતોની ફરજ ઉપર હાજર જણાયા નહોતો તેમજ સૂચના મુજબ ગ્રામ પંચાયત ખાતે બોર્ડ અને મુવમેન્ટ રજિસ્ટર નિભાવવામાં આવેલ ન હતું જેને નિષ્કાળજીને પગલે જિલ્લા વિકાસ અધિકારીઓ આઠ કર્મચારીઓને કારણદર્શક નોટીસ પાઠવી છે.
જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે ફરજ પરથી અનઅધિકૃત ગેરહાજર તથા ફરજમાં નિષ્કાળજી દાખવાનાર ચાર તલાટી કમ મંત્રીઓને કારણદર્શક નોટીસ પાઠવી નિયમાનુંસાર શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેમાં ગેરહાજર રહેનાર તલાટી કમ મંત્રીઓમાં 01 એપ્રિલના રોજ ગેરહાજર રહેનાર બેચરાજી તાલુકાના રણેલાના તલાટી સુશ્રી નિલમબેન શંકરભાઇ ચૌધરી,08 એપ્રિલના રોજ ગેરહાજર રહેનાર વિસનગર તાલુકાના ગુંજાના તલાટી રામજીભાઇ ભીખાભાઇ રાવત,કિયાદરના તલાટી દિક્ષિતકુમાર ડાહ્યાભાઇ પટેલ અને વડનગર તાલુકાના મલેકપુરાના તલાટી સુશ્રી કાન્તાબેન જેસંગભાઇ ચૌધરીને કારણદર્શક નોટીસ પાઠવી શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરાઇ છે.
આ ઉપરાંત તલાટી કમ મંત્રીઓની કામગીરીનું સુપરવિઝન સંભાળતા સંબધિત તાલુકાના વિસ્તરણ અધિકારી (પંચાયત)ને પણ ફરજમાં નિષ્કાળજી બદલ કારણદર્શક નોટીસ પાઠવી તેઓની સામે શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરાઇ છે.જેમાં વિસનગર તાલુકા પંચાયતના સુશ્રી મનીષાબેન પી સુથાર,વ઼ડનગર તાલુકા પંચાયતના કમલેશભાઇ કે પટેલ અને બેચરાજી તાલુકાના કે.જે ઇસરાની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાઇ છે.