મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા બે જી.આર.ડી જવાન લાંચ લેતા પકડાયા.
મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા
સંજયસિંહ ભવાનજી ચાવડા,
મહિપતસિંહ જગતસિંહ ચાવડા 12000 ની લાંચ લેતા મહેસાણા એ. સી. બી ના હાથે ઝડપાયા.
વધુ વિગતમાં આ કામના ફરીયાદી મહેસાણા ખાતે ટ્રકો રાખી ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરે છે.આ કામના આરોપીઓએ નાઇટ ડ્યુટી દરમિયાન ફરિયાદીની ટ્રકો રોકી કાયદેસરની કાર્યવાહી નહીં કરવા યેનકેન પ્રકારે ટ્રકો રોકી ટ્રક દીઠ વ્યવહાર કરવા જણાવી લાંચની હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે માસિક ૧૫,૦૦૦/-રૂપિયા આપવાની વાત કરી રકઝકના અંતે હપ્તા પેટે માસિક રૂપિયા ૧૨,૦૦૦/- લાંચ લેવાનું નક્કી કરેલ હતું.
આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય, જે અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ફરિયાદી એ આપેલ ફરિયાદ આધારે ગોઠવવામાં આવેલ ટ્રેપ દરમ્યાન આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપીઓએ લાંચની માંગણી કરી હતી. ટ્રક માલિક પાસે 12000 ની લાંચ લેતાં રંગેહાથ મહેસાણા એ.સી.બી ના હાથે ઝડપાઈ ગયા હતા.આ બન્ને આરોપીને એસીબીએ ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
અહેવાલ…વિજય ઠાકોર, મહેસાણા