મહેસાણામાં પાલીકામાં ભાજપે સત્તાના સુકાન સંભાળ્યા પછી પ્રમુખ વર્ષાબેન પટેલના કાર્યકાળ દરમ્યાન સીટીબસ સર્વીસ સાથે વિવિધ કામો હાથ ધરાયા છે.જેમાં મહિલાઓને નિશુલ્ક મુસાફરી સાથે સીટીબસ સેવા ચાલી રહી છે. નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણી નિકાલ માટે રૂ. ૪.૫ કરોડ અને વિવિધ રોડ રસ્તાના ૬ કરોડના કામો હાથ ધરાયા છે. નાગલપુર ખાતે રૂ. ૩.૩૬ કરોડના ખર્ચે સ્મશાન ડેવલપનું કામ પ્રગતિમાં છે.પરા અને માનવઆશ્રમ વિસ્તારમાં ભૂગર્ભ ગવટરની સમસ્યા હલ કરવા રૂ. ૩.૮૬ કરોડના ખર્ચે બે પમ્પીગ સ્ટેશન, નેટવર્કીગની કામગીરી પૂર્ણતાએ છે.શહેરની ૩૦૦ થી વધુ સોસાયટીઓને અટલ સ્ટ્રીટલાઇટ યોજનામાં વીજબીલમાંથી મુક્તિનો લાભ આપ્યો છે. ઓ.જી વિસ્તારમાં નર્મદાના પાણી માટે નાગલપુર ખાતે ૨૦ એમ.એલ.ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે પાલિકા દ્વારા ૩૧૦૦૦ ચોરસ જગ્યા મેળવવા રૂ. ત્રણ કરોડ ભર્યા.હવે પાલિકા દ્વારા આશ્રય હોટલ શોપિગ સેન્ટર, બે જગ્યાએ ફિઝીયોથેરાપી સેન્ટર, રાધનપુર રોડ અને મોઢેરા રોડ પર ડિવાઇડર, નાગલપુર તળાવ ડેવલપ, વાવ અંબાજી પરા વાવ ડેવલપ કામો અંદાજે કુલ રૂ. ૧૦ કરોડના ખર્ચે કરવા તૈયારીઓ શરૂ કરી છે. મહેસાણામાં પાલિકા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન વિવિધ આઠ પ્રકારના વિકાસ કામો પાછળ રૂ. ૨૨ કરોડ ખર્ચાયા છે.આગામી સમયમાં અંદાજે રૂ. ૧૦ કરોડમાં વધુ ૮ કામો શરૂ કરવાનું આયોજન કરાયું છે.