મહેસાણા શહેરમાં પાલિકા દ્વારા રખડતા ઢોર મુદ્દે આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેસાણા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા પશુઓના કારણે શહેરમાં મુખ્ય માર્ગો પર પશુઓના ટોળેટોળાં ઉભેલા જોવા મળે છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મોટી તકલીફો વેઠવી પડતી હોય છે ત્યારે નગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસમાં એજન્સી દ્વારા શહેરમાંથી રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અલગ-અલગ વિસ્તારોમાંથી 81 પશુઓને પકડવામાં આવ્યા હતા.
મહેસાણા શહેરમાં પાલિકા દ્વારા રખડતા ઢોર મુદ્દે આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 81 પશુઓ ને પકડવામાં આવ્યા છે. તેમજ 27 પશુઓને છોડાવવા આવેલા પશુમાલિકો પાસેથી 81 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો
મહેસાણા શહેરમાં રખડતા પશુ પકડ્યા બાદ જો કોઈ પશુ માલિક તેના પશુ છોડાવવા આવે તો સ્થળ પર પશુ દીઠ રૂપિયા 3000નો દંડ લઈને મુક્ત કરવામાં આવે છે પરંતુ કેટલીકવાર પશુમાલિકો ફરીથી પશુ રખડતા મૂકી દેતા હોય છે. જેથી, નગરપાલિકા દ્વારા પકડાયેલા પશુ મુક્ત કરવા માટે શનિવારથી રૂપિયા 3 હજારના બદલે 5000 દંડ વસૂલવાનું નક્કી કર્યું છે.