Google search engine
HomeGUJARATમહેસાણા: સરકારી અનાજનું કૌભાંડ, જનતા ને રાહતદારે મળતા અનાજનું બરોબારીયું કરવા જતા...

મહેસાણા: સરકારી અનાજનું કૌભાંડ, જનતા ને રાહતદારે મળતા અનાજનું બરોબારીયું કરવા જતા સંચાલક ઝડપાયો.

તુવેર દાળના 5 કટા તેમજ ગાડી સહિત રૂ. 2.56 લાખનો મુદ્દામાલ ઝડપાયો.

સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોનું સંચાલન કરતો વ્યક્તિ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના જથ્થાનું  બારોબારીયું કરવા જતાં જ પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ વ્યક્તિ મહેસાણા તાલુકાના વીરતા સહિત આસપાસના પાંચ ગામોની સરકાર માન્ય વ્યાજબી ભાવની  અનાજ ની દુકાનોનું સંચાલન કરતો  હતો. આ અંગેની મામલતદારને  માહિતી મળતા તેઓએ તુવેર દાળના 5 કટા તેમજ ગાડી સહિત  2.56 લાખનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

મકાન આગળથી શંકાસ્પદ ગાડી ઝડપી
આ સંચાલક માન્ય વ્યાજબી ભાવની દુકાનોનું સંચાલન લાંબા સમયથી કરતો આવ્યો છે. આ સંચાલક જરૂરિયાત મંદોને મળવા પાત્ર રાહત દરની તુવેરદાળના જથ્થાનું બારોબારીયું કરી રહ્યો હોવાની જાણ મહેસાણા તાલુકા પોલીસને થઈ હતી. જેથી બાતમીના આધારે મહેસાણા તાલુકા પોલીસે પાંચોટ રોડ પર સંચાલકના મકાન આગળથી શંકાસ્પદ ગાડી ઝડપી પાડી હતી.

તુવેરદાળના 5 કટા તપાસ દરમિયાન મળી આવ્યા.
પોલીસ તપાસ દરમિયાન ઇકો ગાડીમાંથી તુવેરદાળનો સરકારી અનાજનો જથ્થો શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા સંચાલકને વધુ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ મામલે મામલતદારને જાણ કરતા તેઓ રાત્રે પોલીસ મથક દોડી આવ્યાં હતા. મામલતદાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો તુવેર દાળ તેમજ ગાડી મળી કુલ 2.56 લાખનો જથ્થો સીઝ કરી સરકારી ગોડાઉન મેનેજરને સોપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments