કોરોના નિયમોનું કરાયું ચુસ્તપણે પાલન.
પવનની ગતિ અનુકુલ રહેતા પતંગ રસિયાઓ ગેલમાં.
આજરોજ ઉત્તરાયણના પાવન પર્વની મહેસાણા સહિત ગુજરાતભરમાં જોશભેર ઉજવણી કરાય રહી છે.
પવનની ગતિ અનુકુળ રહેતા ઠંડી વચ્ચે પણ પતંગ રસિયાઓ પોતાની આગાશી પર પતંગ ઉડાવતા નજરે પડ્યા હતા.
કાપ્યો છે ની બુમો સાથે ખેરાલુ તેમજ મહેસાણામાં તમામ ઉમ્રના યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરી ઉત્તરાયણના પર્વની મજા માણી હતી.
વહેલી સવારથી પતંગ ચાહકો પતંગ દોરી લઈને પોતાની આગાશી પર નજરે પડ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકેલ કોરોના ગાઈડલાઈનનું પણ સાવધાની પુર્વક પાલન કરવામાં આવી રહ્યું હતું. મહેસાણા સહિત ગુજરાતભરમાં ગયા વર્ષની સરખામણીએ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નાના મોટા સૌ આજે પતંગ ઉડાવતા જોવા મળી રહ્યા છે.
અહેવાલ- રોનિત બારોટ હાર્દિક બારોટ ,ખેરાલુ