પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા ગાંધીનગર રેન્જ અને પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાનો ભંગ અટકાવવા LCB મહેસાણાને સુચના આપેલ,મહેસાણા LCB એ નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાઈનીઝ દોરી રીલ નંગ 178 સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
આ શખ્સ પાસે થી ચાઈનીઝ દોરીના 178 મળી કુલ 35600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
LCB સ્ટાફના માણસો નંદાસણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે ડાભી મનોજસિંહ નારણસિંહ રહે.રાજપુર કડી પોતાના અંગત ફાયદા માટે પોતાના મકાનના ઉપરના ભાગે કાગળના બોક્સમાં મોનો સ્કાય તથા જમ્બો કાઈટ થ્રેડ સ્કાય કિંગ માર્કાની રીલ નંગ 178 કિંમત રૂ- 35600 સાથે ઝડપાય ગયેલ જે જીલ્લા મેજીસ્ટ્રેટ સા.ના જાહેરનામાનો ભંગ કરેલ હોય તેના વિરુદ્ધ ઈ.પી.કો.કલમ 188 તથા ગુ.પો.અધિ ની કલમ 131 મુજબ ગુનો નોંધી નંદાસણ પોલીસને સોંપેલ છે.