માંડલ તાલુકાના ઉકરડી ગામના વતની ગજેન્દ્રસિંહ 15 વર્ષ આર્મીમાં ફરજ બજાવી વતન પરત થતા માંડલ તાલુકા સહિત ઉકરડી ગામના લોકો માટે બહુ મોટું ગૌરવ અનુભવી રહ્યા છે.
આજના દિવસે ગામલોકોએ ગજેન્દ્રસિંહ નું ભવ્ય સ્વાગત કરી તેમની માં ભોમની સેવાને બિરદાવી હતી.સોલંકી ગજેન્દ્રસિંહ મોબતસિંહ બાળપણથી જ દેશની સેવા કરવાનું સપનું સેવ્યું હતું અને તે ઇન્ડિયન આર્મીમાં 15 વર્ષ સેવા આપી ઘરે આવતા તાલુકાનું ગૌરવ અને અને ગામ સહિત દેશનું ગૌરવ વધાર્યું હતું.
અહેવાલ.. જગદીશ રાવળ,માંડલ