મહેસાણા,
અમદાવાદના શીલજના રહેવાસી દીપકભાઈ પટેલ કડીના મામલતદાર કચેરી ખાતે દસ્તાવેજના કામકાજ કરવા માટે આવ્યા હતા. તેઓ પોતાની ગાડી મામલતદાર કચેરીમાં આવેલા પાર્કિગમાં પાર્ક કરી પોતાનું કામ પતાવવા કચેરીમાં ગયા એ દરમિયાન અજાણ્યા ઈસમો ગાડીમાં મુકેલું પર્સ કે જેમાં એક લાખ રૂપિયા અને જરૂરી ડોક્યુમેન્ટ હતા એ ચોરી ફરાર થઈ ગયા હતા. બાદમાં કચેરીનું કામકાજ પૂર્ણ થયા બાદ દીપકભાઈ ગાડી પાસે આવ્યા ત્યારે ગાડીમાં મૂકેલું પર્સ જાેવાં ન મળતા તેમણે આસપાસ તપાસ કરી હતી. જાે કે ગાડીનો દરવાજાે ખુલ્લો રહી ગયો હોવાથી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. હાલમાં પોલીસને જાણ કરતા પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી મામલતદાર કચેરીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરી વધુ તપાસ હાથ ધરી છે.મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં મામલતદાર કચેરીમાં પાર્ક કરેલી મર્સિડીઝ ગાડીમાંથી અજાણ્યા ઈસમો ગાડીમાં મૂકેલું પર્સ અને એક લાખ રૂપિયા લઇ રફુચક્કર થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.