સૌરાષ્ટ્રમાં કેસની સંખ્યા વધી રહી છે પણ છેલ્લા ઘણા સમય બાદ એક જ દિવસે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને શહેરોમાં કોરોના કેસ નોંધાયા હોય તેવું પહેલીવાર બન્યું છે. આ કારણે રાજકોટના ૨૫૭ અને અન્ય જિલ્લાઓમાં ૨૩૯ સહિત ૪૯૬ કેસ નોંધાયા છે. રાજકીય મેળાવડાંઓ, રેલીઓ અને સરપંચ સન્માન સહિતના કાર્યક્રમોમાં ભીડ ભેગી કરાતા ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યા વધી ગઈ જ્યારે મનપા વિસ્તારમાં ઘટી ગઇ.ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના કેસમાં વધારો થતા તાલુકામાં ફરી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૨૫૪ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જે-તે વિસ્તારને કેસમાં વધારો થતા તે વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે.
સૌથી વધુ કેસ ધોરાજી તાલુકામાં સામે આવતા માત્ર ધોરાજીમાં જ ૧૩૮ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ ગોંડલ તાલુકામાં ૪૫, જેતપુરમાં ૨૯, ઉપલેટામાં ૧૩, રાજકોટ તાલુકામાં ૧૦, જસદણમાં ૭, લોધિકામાં ૪, જામકંડોરણામાં ૪, પડધરીમાં ૨, કોટડાસાંગાણીમાં ૨ એમ કુલ ૨૫૪ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.રાજકોટ શહેરમાં શુક્રવારે ૨૦૩ અને ગ્રામ્યમાં ૬૯ કેસ નોંધાયા હતા. શનિવારે જાહેર થયેલા કેસમાં શહેરમાં ૩૭ કેસ ઘટીને ૧૬૬ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્યમાં ૨૨ના વધારા સાથે ૯૧ કેસ સામે આવ્યા હતા. આ રીતે કુલ નવા કેસની સંખ્યા ૨૫૭ થઈ છે તો શહેરમાં ૩૯૬ અને ગ્રામ્યમાં ૨૫૪ સહિત માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા ૫૫૦ તેમજ કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૨૬૮ થઈ છે.
મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ૨૩ વર્ષીય યુવતીને કોરોના થતાં તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા. જેમાં ઓમિક્રોન વેરિયેન્ટ હોવાનું જાહેર થયું હતું. આથી યુનિવર્સિટીની ૩૦૦૦ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવી છે. કુલ એક્ટિવ કેસ ૧૨૬૮ પૈકી શહેરના ૫ અને ગ્રામ્યના ૭ સહિત માત્ર ૧૨ જ દર્દીઓ હોસ્પિટલાઈઝ છે. બાકીના તમામ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં અચાનક કેસ ઘટવા અને ગ્રામ્યમાં કેસ વધવાની ઘટના પહેલી વખત નથી થઈ આ પહેલા પણ આવું કરવામાં આવતું હતું. રાજકોટમાં અત્યાર સુધીમાં ૬ ઓમિક્રોન કેસ નોંધાયા હતા. જાેકે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે.
મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ૨૩ વર્ષીય યુવતીને કોરોના થતાં તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા જેમાં ઓમિક્રોન વેરિયેન્ટ હોવાનું જાહેર થયું છે. કોરોના અંગેના કેસમાં ભારે ઉછાળો જાેવા મળી રહ્યો છે. તા.૮ને શનિવારના રોજ ધોરાજીમાં સૌથી વધુ ૨૪ કેસ, ગોંડલમાં ૧૮, ઉપલેટામાં ૧૩, જેતપુરમાં ૧૧, જામકંડોરણામાં ૧૧, રાજકોટમાં ૧૦ કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસનો આંક ૨૮૦ પર પહોંચ્યો છે. જેથી કોરોના સામે લડવા તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.