માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ખેરાલુ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી

0
180

છેવાડા ના માનવી સુધી સેવાકીય કાર્યો તેમજ સ્વચ્છતા અને રાષ્ટ્રભાવના વિચારો નું સિંચન કરી આઝાદીનો અમૃત મહોત્સવ મનાવીયે : અજમલજી ઠાકોર

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા દેશની આઝાદીની ૭૫ મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે મહેસાણા જિલ્લા માં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ખેરાલુ ખાતે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય ના ફિલ્ડ આઉટરિચ બ્યુરો, પાલનપુર દ્વારા ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરિચ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકાર ના બહુ આયામી અભિયાનો જેવાકે “ સ્વચ્છ ભારત અભિયાન “ કોરોના જનજાગૃતિ અભિયાન “ અંતર્ગત બે દિવસીય કાર્યક્રમ માં વિવિધ પ્રવુતિઓ નું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ અધ્યક્ષ શ્રી અજમલજી ઠાકોર માનનીય ધારાસભ્ય ખેરાલુ/સતલાસણા એ આ પ્રસંગે જણાવ્યું હતું કે “ આઝાદી ના અમૃત મહોત્સવ “ વિષય અંતર્ગત સમગ્ર દેશ માં આવા જન જાગૃતિ કાર્યક્રમો દ્વારા નાગરિકો માં રાષ્ટ્રભાવના ને પ્રબળ કરવાની સાથે સાથે ભારત સરકાર ની જન સુખાકારી અને જનકલ્યાણકારી યોજના ના સંદેશ જેમ કે સ્વચ્છતા, આરોગ્ય , જલ સંચય , આત્મનિર્ભર ભારત , એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે સૌના વિકાસ ની વાત વણી સેવાકીય પ્રવૃતિઓ નું માર્ગદર્શન આપવાનો આ ઉત્તમ પ્રયાસ છે હું આ બદલ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય ને ખૂબ અભિનંદન આપું છુ. આ પ્રસંગે તેઓએ ખેરાલુ તાલુકામાં કરવામાં આવેલી સેવાકીય પ્રવુતિઓ ની જાણકારી આપી હતી.

આ પ્રસંગે ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર અધિકારી શ્રી જે.ડી.ચૌધરી એ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે, આઝાદીના આ અમૃત મહોત્સવ અંગે જે જે વિચારો આવ્યા હતા તેને ઍકત્ર કરી તેને પાંચ સ્તંભમાં વિભાજીત કરી શકીઍ છીઍ. ઍક તો, આઝાદીનો સંઘર્ષ, 75 માં વર્ષેવિચારો, ૭૫ મા વર્ષે સિધ્ધિઓ અને ૭૫ મા વર્ષે કરવાની કામગીરી તથા ૭૫ મા વર્ષે કરવાના સંકલ્પો. આપણે આ પાંચેય સ્તંભોને લઈને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રીય ભાવનાને જાગૃત કરવાનો છે . આ ઉપરાંત કોરોના મહામારી થી બચવા માટે ફરજિયાત રસીકરણ અને સ્વચ્છ ભારત અભિયાન ની જાણકારી પણ આપી હતી.કાર્યક્રમમાં ખેરાલુ તાલુકા પંચાયત ના પ્રમુખ જશુભાઈ ચૌધરી, પર્યાવરણ અને સફાઈ સંસ્થા , સુઘડ , ગાંધીનગર ના માસ્ટર ટ્રેનર શ્રી દેવેન્દ્ર પારેખ, તાલુકા આરોગ્ય કચેરી, ખેરાલુના મેડિકલ ઓફિસર ડો દેવાંશી બેન ચૌધરી કોલેજ ના પ્રિન્સીપલ શ્રી બી.જે.ચૌધરી, ખેરાલુ ના જનપ્રતિનિધિઓ, શિક્ષક ગણ તેમજ સામાજીક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી

આ પ્રસંગે માસ્ટર ટ્રેનર શ્રી દેવેન્દ્ર પારેખજી એ વિશેષ શૈલી માં સ્વચ્છ ભારત અભિયાન ની વાત કરતા જણાવ્યું હતું કે સ્વચ્છતા ના આ ઉંમદા વિચારોને દરેક નાગરિક ને પોતાના જીવન માં ઉતારી આવનારી પેઢી ને સ્વચ્છ અને તંદુરસ્ત સમાજ ની ભેટ આપણા સૌના સહિયારા પ્રયાસ થી આપીશું તો જ આઝાદી ના ધડાવૈયાઓ એ આપેલું બલિદાન સાર્થક ગણાશે વધુ માં તેઓએ જણાવ્યું હતું કે આપણે સૌ સ્વપ્રયાસ કરી નવતર પ્રયોગો અપનાવી કચરાનો યોગ્ય નિકાલ, શૌચાલયો ના ઘરે ઘરે નિર્માણ, પ્લાસ્ટિક કચરાનો નિકાલ, રિસાઇકલીંગ વગેરે બાબતો ને અનુસરીએ.આ ઉપરાંત દેશભરમાં જનજાગૃતિ માટે પર્યાવરણ અને સફાઈ સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે એવી માહિતી પણ આપી હતી મેડિકલ ઓફિસર ડો.દેવાંશી ચૌધરી એ કોરોના રસીકરણ તેમજ આરોગ્ય વિષયક માહિતી ની સાથે સાથે પોતાના રાષ્ટ્ર ને સમર્પિત થવાના ઉમદા વિચારો ને પોતાના જીવન માં ઉતારવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ માં આગ્રીમ પ્રચાર ના ભાગરૂપે શ્રી મેનાબા.જી.જે.હાઇસ્કુલ , ખેરાલુ તેમજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,ખેરાલુ ખાતે ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ફીટ ઇન્ડિયા 2.0 તેમજ પ્રશ્ન મંચ સ્પર્ધા, સ્વચ્છતા પ્રવુતિઓ એન.એન એસ ગ્રુપ તેમજ એન.સી.સી ગ્રુપ સાથે મળીને કરવામાં આવી હતી. કાર્યક્રમ માં શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરિવાર દ્વારા વિવિધ વિષયો ને મનોરંજન સાથે આવરી લેતું નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાતંત્ર સંગ્રામની ગાથાને વર્ણવતું ચિત્ર પ્રદર્શનનું અને સ્વચ્છ ભારત અભિયાન ને આવરી લેતા ચિત્ર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મહાનુભવોના હસ્તે ઇનામો ઍનાયત કરાયા હતાં. કાર્યક્રમમાં ગામના સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો તેમજ કોલેજ તેમજ હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા જેના થકી કાર્યક્રમનો હેતુ સાર્થક થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here