પાલનપુર તાલુકાના ચડોતર ખાતે રવિવારના રોજ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાની માં બાપ વિનાની 15 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડી લગ્નગ્રંથીમાં યોજાયા હતા. બનાસકાંઠા,મહેસાણા અને પાટણ જિલ્લાની એવી દીકરીઓ કે જેમના માં-બાપ નથી તેવી દીકરીઓના પાલનપુરના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા લગ્ન કરવાનો સંકલ્પ લીધો હતો.જ્યાં આવી 15 દીકરીઓના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જ્યાં આ મેસેજ વાયરલ થતાં દાતાઓએ સહયોગ આપવાનો શરૂ કર્યું હતું.જ્યાં રવિવારે તમામ દીકરીઓને પાલનપુર તાલુકાના ચડોતર ખાતે સમૂહ લગ્નમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા તમામ દીકરીઓને 5 જોડી કપડાં, પાનેતર, ચુડો, સ્ટીલના વાસણો દાતાઓ તરફથી આપવામા આવ્યા હતા.આ સમુહલગ્નમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
દીકરીએ કહ્યું મારા પિતા નથી મારા લગ્ન કોણ કરાવશે
લોકડાઉન સમયમાં અમે જ્યારે લોકોને જ્યારે જમવાનું આપતા હતા ત્યારબાદ સન્ડે પાઠશાળા શરૂ કરી હતી તે સમયે એક દીકરી આવીને કહ્યું કે, મારા હાથ પીળા કોણ કરાવશે અને મને ભાઈ માન્યો હતો તે દિવસથી વિચાર આવ્યો કે આવી માં અને પિતા વિનાની દિકરીઓના હું લગ્ન કરાવીશ ત્યારે અમારા ફાઉન્ડેશન તરફથી માતા પિતા વિનાની 15 દીકરીઓના આજે લગ્ન કરાવ્યા છે જેમાં દાતાઓનો ખૂબ સહયોગ મળ્યો છે : રાકેશ ડાંગીયા, સંકલ્પ ફાઉન્ડેશનના ચેરમેન
આજે અમારી ઈચ્છા પૂરી થઈ
પાલનપુરના ચડોતર ખાતે રવિવારે સમૂહલગ્નમાં આવેલા એક દીકરીના પરિવારે જણાવ્યું કે, અમારી દીકરીના માતા ન હોવાથી તેના લગ્ન ઘરે કરાવવા પોસાય તેમ ન હતા અમારી પરિસ્થિતિ ગરીબ હોવાથી આજે અહીંયા સમૂહલગ્નમાં લગ્ન કરાવ્યા તે તમામ સંયોજકોનો આભાર માનું છું.
Source – divya bhaskar