મીટ ધ પ્રેસ ક્લબ વિસનગરનું વિલીનીકરણ

0
383

વર્ષોથી અવિરત વિસનગરના પત્રકારો એકતા અને હક માટેનું એક માત્ર સંગઠન ગઈકાલે પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં બરખાસ્ત કરી દેવામાં આવ્યું છે.

વર્ષોથી ચાલતા આ મીટ ધ પ્રેસ ક્લબ માં વિસનગરના લગભગ 18 જેટલા સભ્યો જોડાયેલા હતા. જેમાં વિવિધ સમાજલક્ષી અને જનતાના હિતાર્થે કામગીરી કરવામાં આવતી હતી.પરંતુ કેટલાક સમયથી વિસનગર સિવાયના બહારથી આવીને લેભાગુ પીળું પત્રકારત્વ ધરાવતા કેટલાક ઈસમો દ્વારા વેપારીઓ તથા ધંધાદારીઓને યેનકેન પ્રકારે બ્લેકમેઇલ કરીને તોડ કરવામાં આવી રહ્યા હતા.

જેમાં મીટ ધ પ્રેસ ક્લબમાં જોડાયેલા પત્રકારો અને સંગઠનની બદનામી થતી હોવાથી ગઇ કાલે શનિવારે મંડીબજાર ખાતે મળેલી જનરલ સાધારણ સભામાં સર્વાનુમતે મીટ ધ પ્રેસ ક્લબ ને બરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.તથા આજ દિન સુધી મીટ ધ પ્રેસ કલબમાં જે ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું મિટિંગમાં હાજર સર્વે ની સંમતી થી પાંજરાપોળ જીવ દયા ખાતે ધર્માદામાં આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે.

બ્યુરો રિપોર્ટ વિસનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here