3 કલાક માં સમગ્ર પરિવાર ને ખતમ કરી દેવાની ધમકી ફોન દ્વારા મળી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પરીવારને મારી નાંખવાની ધમકી મળી છે. સૂત્રો ના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા 8 ફોન આવ્યા. ફોન કરનારે તેમના સમગ્ર પરીવારને ત્રણ કલાકમાં ખતમ કરવાની ધમકી આપી. તેને પગલે હોસ્પિટલ મેનેજમેન્ટે આ અંગેની ફરીયાદ DB માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી છે.
ધમકી મળ્યા બાદ અંબાણી પરીવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ તરફ પોલીસ આ કોલ્સને વેરિફાઈ કરી રહી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ફોન કરનાર એક જ છે, જેણે 8 ફોન કર્યા છે. મુંબઈ પોલીસ કમિશ્નરને આ અંગે જાણ કરવામાં આવી છે. મુંબઈ પોલીસની 3 ટીમ આ કેસ ની તપાસ કરી રહી છે.
મુકેશ અંબાણીને વર્ષ 2013માં હિજબુલ મુઝાહિદ્દીનથી ધમકી મળ્યા પછી તે સમયની મનમોહન સિંહની સરકારે મુકેશ અંબાણીને Z+ સિક્યુરિટી આપી હતી. તેમની પત્ની નીચા અંબાણીને 2016માં કેન્દ્ર સરકારે Y+ સિક્યુરિટી આપી છે. તેમના બાળકોને પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રેડેડ સુરક્ષા આપવામાં આવી છે.
ફેબ્રઆરી 2021માં એન્ટીલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી એક એસયુવી કાર મળી હતી. એસયુવીમાં 20 જિલેટિન અને એક પત્ર મળ્યો હતો. એ પત્રમાં પણ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીને ધમકી અપાઈ હતી. આ કેસમાં મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વઝેનું નામ સામે આવ્યું હતું. હાલ NIA કેસની તપાસ કરી રહી છે.