મુખ્યમંત્રી યોગીના શપથ પહેલા લખનઉમાં એન્કાઉન્ટર

૧ લાખનો ઈનામી રાહુલસિંહ ઠાર થયો

0
448
Amit Shah - Lucknow - CM Yogi Sapath Vidhi

યૂપીની રાજધાની લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમ પહેલાં એક ખૂંખારને ઠાર મારવામાં આવ્યો છે. ઠાર મારવામાં આવેલા મૃતક પર પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. એન્કાઉન્ટરમાં મૃત્યું પામેલા બદમાશનું નામ રાહુલ સિંહ હતું. બદનામ અને પોલીસ વચ્ચે અથડામણ લખનઉના હસનગંજમાં થઇ હતી. પોલીસ સતત બદમાશ રાહુલ સિંહને શોધી રહી હતી. બદમાશ રાહુલ સિંહ અલીગંજ જ્વેલર્સ લૂંટ કેસમાં વોન્ટેડ હતો. આ ઘટનામાં લૂંટ દરમિયાન કર્મચારીને ગોળી વાગી હતી.

અલીગંજ ક્રાઈમ ટીમે હસનગંજ વિસ્તારમાં બદમાશને ઘેરી લીધો અને જવાબી કાર્યવાહીમાં બદમાશ માર્યો ગયો હતો. યોગી આદિત્યનાથ સાંજે ૪ વાગે યૂપીના સીએમ પદની શપથ લખનઉના અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં લેશે. સીએમ યોગીના શપથ ગ્રહન કાર્યક્રમમાં પીએમ મોદી સહિત ભાજપના મોટા નેતા ભાગ લેશે. સીએમ યોગી આદિત્યનાથની સાથે ૪૦-૪૫ મંત્રી શપથ લઇ શકે છે. ૨૦ થી ૨૫ મંત્રીઓને ફરીથી મંત્રી બનાવી શકાશે. સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખતા યૂપીની રાજધાની લખનઉમાં કડક સુરક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here