ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર. આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની શક્યતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠામાં 28 જુલાઇ દરમિયાન લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમજ નદીના પટમાં તથા પાણીના ચાલુ પ્રવાહમાં પ્રવેશવાનું સાહસ ન કરવા વિનંતી.
બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી
આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ.હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદવરસી શકે છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ વરસાદની આગાહી. હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત માં 24 કલાકમાં 232 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 232 તાલુકાઓમાં મેઘ રાજા ની બીજી ઇનિંગ્સ ની શરૂઆત. જેમાં બનાસકાંઠાના થરાદમાં 5.90 ઈંચ. લાખાણીમાં 4 ઈંચ, ખેડાના કઠલાલમાં 3.50 ઈંચ, સુઈગામમાં 3.25 ઈંચ. વડગામમાં 3.25 ઈંચ, પાલનપુરમાં 3 ઈંચ, મહેમદાવાદમાં 3 ઈંચ, ખેરગામમાં અઢી ઈંચ, દાંતામાં અઢી ઈંચ, વાવમાં અઢી ઈંચ, મહુધામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે છે. જ્યારે ધાનેરા, ડિસા, અંજાર,સતલાસણા, વાલિયા, સંતરામપુરમાં પણ બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.