મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી ૬ કિલો ગાંજાે ઝડપાયો

0
142

જિલ્લામાં નશીલા દ્રવ્યોની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબુદ કરવા અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા અંગે સુચનાઓ આપી હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરીના માર્ગદર્શન હેઠળ એસઓજી તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા ખાનગી હકીકતના આધારે વાંકાનેરના માર્કેટ પાસે નાગરીક બેન્ડની સામેની શેરીમાં રહેતા ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રભાઈ ત્રિભોવનદાસ જાેબનપુત્રાના મકાનમાં દરોડા પાડતા તેના મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ ૬૫૦૦ કિગ્રા, કિમત રૂપિયા ૬૫ હજાર તથા અન્ય મુદ્દામાલ રૂપિયા ૨,૫૦૦ મળી કુલ ૬૭ હજાર ૫૦૦ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપીની ગાંજા સાથે ધરપકડ કરી તેની વિરુદ્ધ એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ ગુનામાં અન્ય આરોપી મનોજ જૈન, ઉત્કલનગર, કતારગામ સુરત તથા હસમુખ ઉર્ફે રાજુ બચુભાઈ બગથરીયા ( રહે-રાજકોટ વાળાઓ )પણ આ ગુનામાં સંડોવાયેલા હોય જેથી તેઓને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.મોરબી જિલ્લાના વાંકાનેર પંથક નશીલા પદાર્થના વેપલા માટે હોટ ફેવરિટ બન્યું હોય તેમ છેલ્લા થોડા સમયના ટૂંકા ગાળામાં બીજી વખત નશીલા માદક દ્રવ્યોનો જથ્થો ઝડપાયો છે. જેમાં એસ.ઓ.જી. તથા વાંકાનેર સીટી પોલીસ ટીમેં બાતમીના આધારે મકાનમાં છાપો મારી સાડા છ કિલો ગાંજાે ઝડપી લીધો છે. અને એક આરોપીની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં રાજકોટ, સુરતના શખ્સોના નામ ખુલ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here