રશિયા પર અનેક દેશો લગાવી ચુક્યા છે પ્રતિબંધો
વિશ્વના મોટાભાગના દેશોએ પોતાનો એરસ્પેસ રશિયા માટે કર્યો છે બંધ.
હજુંપણ આકરા પ્રતિબંધો લગાવવાની અમેરિકા સહિતના દેશોની ચેતવણી
યુક્રેન રશિયાના યુદ્ધને લઈને વિશ્વના દેશો રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી રહ્યા છે ત્યારે યુટ્યુબે પણ રશિયન ચેનલોની કમાણી રોકી દીધાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા ચે અને બીજી બાજું ગૂગલે પણ પોતાની એક મોટી સર્વિસ રશિયા માટે બંધ કરી દીધી છે. ગૂગલે મેપ ટુલ્સ બંધ કરી દેતા હવે લાઈવ ટ્રાફિક અપડેટ મળવી રશિયા માટે બંધ થઈ જવા પામી છે. મોટા ભાગના દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો લગાવી દીધા છે. મોટાભાગના દેશોએ રશિયા માટે પોતાનો એરસ્પેસ બંધ કરી દીધો છે અને બીજા ઘણા આર્થિક પ્રતિબંધો લગાવાયા છે. નાટો દેશ યુક્રેનને સૈન્ય તેમજ બીજી આર્થિક મદદ મોકલી રહ્યા છે જ્યારે બીજી તરફ ચીને ખુલીને રશિયાનું સમર્થન કર્યુ છે. હાલમાં રશિયા યુક્રેનના ડેલીગેશન વચ્ચે વાતચીત માટે પ્રસ્તાવ આવ્યો છે પણ બીજી બાજૂ બયાનબાજી પણ જોવા મળી રહી છે. તાજા સમાચાર મુજબ યુક્રેનના વિદેશમંંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ૨૧ મી સદીના હિટલર ગણાવી દીધા છે. ૫ દિવસથી ચાલતું આ યુદ્ધ ક્યારે રોકાશે એતો આવનારો સમય જ બતાવશે…
અહેવાલ: રોનિત બારોટ મહેસાણા