આગામી યુપી વિધાસભા ચુંટણી બાદ કોઇપણ પાર્ટી સાથે ગઠબંધન કરવા કોંગ્રેસે પોતાના દ્વાર ખોલી દીધા છે એવું નિવેદન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આપ્યું હતું. યુપીની વિધાનસભા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંંકા ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપાને છોડીને તેમની પાર્ટી કોઈપણ પાર્ટી સાથે વિધાનસભા ચુંટણી બાદ ગઠબંધન કરવા પોતાના દ્વાર ખોલી રહી છે. કોરોના મહામારીને ધ્યાને રાખતા ચુંટણી પંચે રેલી અને સભાઓ પર પ્રતિબંધ મુકતા હવે દરેક પાર્ટી વર્ચુઅલ રીતે પોતાનો પ્રચાર કરી રહી છે અને પોતાની જીતના દાવા રજુ કરી છે. આજે ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રચાર કરવા યુપી પ્રવાસે છે. એવામાં ચુંટણી બાદ કોઈપણ પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા ઈચ્છે તો કોંગ્રેસના દ્વાર ખુલ્લા છે એમ જણાવી પોતાની આગામી રણનીતિ જાહેર કરી હતી. બીજેપી સિવાય કોઈપણ પાર્ટી સાથે કોંગ્રેસ્સ ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કરશે એવા સ6કેતો પણ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આપી દીધા હતા…
:- બ્યુરો રિપોર્ટ