83 ની આખી ટીમ સાથે 1983 વર્લ્ડ કપ જીતનાર તમામ ક્રિકેટર્સ સામેલ
મુંબઈમાં PVR ખાતે ૨૨ ડિસેમ્બરે ભવ્ય પ્રીમિયર થવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટની ખાસ વાત એ છે કે ૮૩ની આખી ટીમ સાથે ૧૯૮૩ વર્લ્ડ કપ જીતનાર તમામ ક્રિકેટર્સ સામેલ થવાના છે. જેના કારણે આ ઈવેન્ટ ખૂબ જ ખાસ બનવાની છે. રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ૮૩નું પ્રીમિયર કરવામાં આવ્યું છે. જ્યાં તેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દર્શકોની પ્રતિક્રિયા જાેઈને રણવીર સિંહ ઘણો ખુશ દેખાઈ રહ્યો છે. ફિલ્મના અંતે દર્શકો સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપે છે. આવી પ્રતિક્રિયા જાેઈને રણવીર આનંદથી ઉછળે છે અને તાળીઓ વગાડે છે. દર્શકોની આવી પ્રતિક્રિયા જાેયા બાદ હવે દરેક લોકો ફિલ્મની રિલીઝની રાહ જાેઈ રહ્યા છે. કબીર ખાન દ્વારા નિર્દેશિત, ૮૩નું નિર્માણ સાજિદ નડિયાદવાલા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનો પ્લોટ ૧૯૮માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ પર આધારિત છે. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કોરોના રોગચાળાને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી.
હવે આખરે આ ફિલ્મ ૨૪ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ૮૩માં રણવીર અને દીપિકા ઉપરાંત પંકજ ત્રિપાઠી, એમી ર્વિક, હાર્ડી સંધુ, તાહિર રાજ ભસીન, સાકિબ સલીમ, જતીન સરના સહિતના ઘણા કલાકારો મહત્વની ભૂમિકા ભજવતા જાેવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે.રણવીર સિંહની ફિલ્મ ૮૩ની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.
આ ફિલ્મમાં તે લગ્ન બાદ પહેલીવાર દીપિકા પાદુકોણ સાથે જાેવા મળશે. આ ફિલ્મ કપિલ દેવની બાયોપિક છે. જેમાં રણવીર કપિલ દેવના રોલમાં જાેવા મળશે. સાથે જ, આના દ્વારા ફેન્સ ફરી એકવાર ૧૯૮૩માં જીતેલા વર્લ્ડ કપની ક્ષણો જીતતા જાેવા મળશે. કબીર ખાન દ્વારા નિર્દેશિત ૮૩માં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમીની ભૂમિકામાં જાેવા મળશે. રણવીર અને દીપિકા આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. રિપોર્ટ્સનું માનીએ તો ૮૩નું ૨૨ ડિસેમ્બરે ભવ્ય પ્રીમિયર થવા જઈ રહ્યું છે.