ગુરુવારે સવારે નહીં, રાતે 8.25 વાગે રાખડી બાંધી શકાશે, ખરીદી માટે આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે
આ વખતે રક્ષાબંધનની તિથિ અને નક્ષત્રને આધારે શ્રાવણપૂનમ બે દિવસ, એટલે કે 11 અને 12 ઓગસ્ટના રોજ રહેશે. આ અંગે દેશભરના જ્યોતિષીઓ પ્રમાણે ભદ્રા યોગ પૂર્ણ થયા પછી પૂનમ અને શ્રવણ નક્ષત્રનો યોગ, ગુરુવારના દિવસે જ બની રહ્યો છે, એટલે 11 ઓગસ્ટે રાતે જ રાખડી બાંધવી જોઈએ. આ જ કારણ છે કે આ વખતે રક્ષાબંધન માટે માત્ર એક જ મુહૂર્ત રહેશે, જે લગભગ 1 કલાક 20 મિનિટનું હશે.
આ વખતે ગ્રહોની દુર્લભ સ્થિતિથી બની રહેલા શુભ યોગને કારણે ગુરુવાર નો આખો દિવસ ખરીદી માટે શુભ મુહૂર્ત રહેશે.
જ્યોતિષ ગ્રંથોમાં આ યોગને ખરીદીનું શુભ મુહૂર્ત કહેવામાં આવે છે, જેમાં વાહન, પ્રોપર્ટી, ઘરેણાં, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ સામાન અને અન્ય સામગ્રીની ખરીદીથી લાંબા સમય સુધી ફાયદો મળશે, સાથે જ કોઈપણ નવી શરૂઆત માટે આ દિવસ ખૂબ જ સારો રહેશે. આ દિવસે નવી જોબ શરૂ કરવી, મોટી લેવડ-દેવડ કે રોકાણ કરવું ફાયદાકારક રહેશે. શ્રવણ નક્ષત્ર હોવાથી આખો દિવસ વાહન ખરીદી માટે ખૂબ જ શુભ રહેશે.
તિથી અનુસાર મુહૂર્ત
11 ઓગસ્ટના રોજ પૂનમ તિથિ લગભગ 9.35 કલાકે શરૂ થશે, જે બીજા દિવસે સવારે લગભગ 7.16 વાગ્યા સુધી રહેશે. ત્યાં જ ગુરુવારે ભદ્રા સવારે 10.38થી શરુ થશે અને રાતે 8.25 કલાકે પૂર્ણ થશે, એટલે કે કાશી વિદ્વત પરિષદ અનુસાર ભદ્રાનો વાસ ભલે આકાશમાં રહે કે સ્વર્ગમાં, જ્યાં સુધી ભદ્રાકાળ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય નહીં, ત્યાં સુધી રાખડી બાંધવી જોઈએ નહીં, એટલે બધા જ્યોતિષાચાર્યોના એકમતથી 11 ઓગસ્ટ, ગુરુવારે રાતે 8.25 વાગ્યા પછી જ રક્ષાબંધન ઊજવવી જોઈએ.
11 ઓગસ્ટનો દિવસ નો સમય રાખડી બાંધવા માટેનો ખરાબ સમય
જ્યોતિષ ના જણાવ્યા પ્રમાણે, 11 ઓગસ્ટના રોજ ભદ્રા પાતાળમાં રહેશે, જેને કારણે ધરતી પર અશુભ અસર થશે એટલે કે આખો દિવસ રક્ષાબંધન ઊજવી શકાશે નહીં, ઋષિઓએ પણ ભદ્રાકાળ દરમિયાન રક્ષાબંધન અને હોળિકાનું દહન કરવું અશુભ જણાવ્યું છે, એટલે ભદ્રાના વાસ ઉપર વિચાર કરીને દિવસ દરમિયાન રાખડી બાંધવી જોઈએ નહીં. ત્યાં જ 12 તારીખના રોજ પૂનમ તિથિ સવારે માત્ર 2 કલાક જ રહેશે અને એકમ સાથે રહેશે. આ યોગમાં પણ રક્ષાબંધન ઊજવવાની મનાઈ છે