રાજકોટમાં પિતાએ પૈસા માંગતા પુત્રએ મારમારતા પિતાનું મોત

0
860
When the father asked for money, the son ended the beating

રાજકોટ શહેરના કાલાવડ રોડ પાસેના સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસેના હિંગળાજનગરમાં રહેતા વજુભાઇ ભાણજીભાઇ ચોટલિયા (ઉ.વ.૬૦)ને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ફરજ પરના તબીબે તેમને જાેઇ તપાસી મૃતજાહેર કર્યા હતા. પ્રૌઢના શરીર પર મૂઢ ઇજાના નિશાન હતા, જે ઇજા શંકાસ્પદ લાગતાં બનાવ હત્યાનો હોવાની શંકા ઊઠી હતી, ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ભૂકણ સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતા પુત્રએ જ પિતાની હત્યા કર્યાનો ધડાકો થયો હતો. વજુભાઇ ચોટલિયા હિંગળાજનગરમાં રહેતા હતા અને નિવૃત્ત જીવન ગાળતા હતા, તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર રવિ છે, બંને પુત્રી સાસરે છે, પુત્ર રવિ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા ગેરેજમાં કામ કરે છે.

વજુભાઇ, તેમનાં પત્ની અને અપરિણીત પુત્ર રવિ ઘરે હતા ત્યારે પિતા વજુભાઇએ થોડા પૈસાની પુત્ર પાસે માગ કરી હતી, પિતાએ પૈસા માગતાં રવિ ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, તેણે તેના પિતા વજુભાઇને ઢીકાપાટુનો માર મારી ધક્કો મારી પછાડી દીધા હતા. મૂઢમાર અને પટકાવાથી થયેલી ઇજાથી વજુભાઇ બેભાન થઇ ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. પુત્ર રવિએ પિતા વજુભાઇને માર માર્યાનું સ્પષ્ટ થયું છે, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે, હાલમાં પોલીસે રવિને સકંજામાં લીધો હતો. પુત્રના હાથે પિતાની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવતાં શહેરમાં ચકચાર મચી ગઇ હતી.

વજુભાઇની તેના પુત્ર રવિએ ઘરમાં જ હત્યા કરી ત્યારે પ્રૌઢના પત્ની પણ ત્યાં હાજર હતા. નજર સામે જ પતિની હત્યાથી પ્રૌઢાના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી. શહેરના કાલાવડ રોડ પાસેના હિંગળાજનગરમાં પ્રૌઢ વયના પિતાએ પૈસા માગતાં એકના એક પુત્રએ ઉશ્કેરાઇને ઢીકાપાટુનો માર મારી પછાડી દઇ ગંભીર ઇજા કરી પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here