રાજકોટમાં ફાયર સેફટીની બોટલમાં બ્લાસ્ટ થતાં ૧નું મોત

0
946
fire safty

દુકાનમાં રાખેલ બોટલમાં રીફલીંગ દરમ્યાન બ્લાસ્ટ થયો

રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં આજે સીઓ૨ની બોટલ ફાટતા મોટી દુર્ઘટના સર્જાઇ છે જેમાં કંપનીના મેનેજર મહેશ અમૃતલાલ સિધ્ધપુરાનું સ્કલ ફેક્ચરના કારણે સ્થળ પર મોત નીપજ્યું હતું. બપોરના ૧૨ વાગ્યા આસપાસ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં ફાયર સેફટી બોટલ ફાટી હતી. જેની જાણ થતા પ્રથમ ૧૦૮ની ટિમ સ્થળ પર પહોંચી હતી અને ૧૦૮ ના સ્ટાફે તપાસ કરતા મેનેજર મહેશને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્કલ ફ્રેક્ચરના કારણે મોત થયાનું સામે આવ્યું છે.

શિવ ફાયર એન્જીનીયર્સના માલિક પિયુષભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી અમે ફાયર સેફટીનું કામ કરી રહ્યા છીએ. આ દુકાન ખાતે એક્સપાયરી ડેઇટ વાળી બોટલ આવતી હોય છે જેનું રિફેલિંગ કામ અમારે ત્યાં કરવામાં આવતું હોય છે આ દરમિયાન બોટલ ફાટી છે અને અમારા કર્મચારી મહેશભાઇ સિધ્ધપુરાનું મોત નીપજ્યું છે. હાલ ગાંધીગ્રામ પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ફાયર વિભાગ દ્વારા બનાવ શા કારણે બન્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટ થયેલ બોટલ સીઓ૨ હોવાનું ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું છે.રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં ફાયર સેફટીની બોટલ ફાટતા મોટી દુર્ઘટના સર્જાઇ છે જેમાં કંપનીના મેનેજરનું મોત થવા પામ્યું છે. અને પોલીસ તેમજ ફાયર વિભાગ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here