રાજકોટ થી જેતપુર જતા હાઈવે ઉપર 35 કિલોમીટરના અંતરમાં બે ટોલટેક્સ યથાવત

0
873

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા લોકસભામાં નિવેદન આપવામાં આવ્યું હતું કે 60 કિલોમીટરની રેન્જમાં માત્ર 1 જ ટોલબુથ હોવો જોઈએ ત્યારે રાજકોટ થી જેતપુર જતા 35 કિલોમીટરની રેન્જમાં 2 ટૉલબુથ આવેલા છે જેમાં રાજકોટ થી ગોંડલ તરફ જતા ગોંડલ પેહલા ભરુડી પાસે એક ટોલબુથ છે જ્યારે ગોંડલ થી જેતપુર જતા પીઠડીયા પાસે પણ ટોલબુથ આવેલ છે આ બંને ટોલ ટેકસ વચ્ચેનું અંતર માત્ર 35 કિલોમીટર છે જ્યારે નિયમ અનુસાર અને પરિપત્ર મુજબ જોવા જઈએ તો 60 કિમીના અંતરે 1 જ ટોલબુથ હોવુ જોઈએ પરંતુ આ બે ટોલ ટેક્સના કારણે લોકોના ખિસ્સા પર પણ ભારણ વધી રહ્યું છે.

લોકોના સમયનો પણ વેડફાટ થઈ રહ્યો છે ત્યારે બને ટોલ ટેકસ દ્વારા વર્ષે કરોડોની કમાણી કરવામાં આવી રહી છે અને નિયમના ઉલાળીયા કરી લોકો પાસેથી ખોટી રીતે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે ત્યારે અહીંના સ્થાનિક સાંસદ દ્વારા કેન્દ્રીય મંત્રી ને રજૂઆત કરી એક ટોલટેક્સ નાબૂદ કરવામાં આવે તો લોકોના ખિસ્સા નું ભારણ પણ ઓછું થશે અને લોકોના સમયનો વેડફાટ પણ બચી શકે તેમજ જ્યારે જેતપુર પાસે પીઠડીયા પાસે આવેલો ટોલ ટેક્સ છે તેની સામે સ્થાનિકો અને રાહદારી ઓ દ્વારા પણ આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જો બંનેમાંથી 1 ટોલ ટેક્સ હટાવી લેવામાં આવે તો રાહદારીઓ ને ઘણા ફાયદો થઈ શકે તેમ છે ત્યારે જોવું એ રહેશે કે ખરેખર કેન્દ્રીય મંત્રીના આ નિવેદન નું કેટલું પાલન કરવામાં આવે છે.

રીપોર્ટર :- સુરેશ ભાલીયા જેતપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here