રાજકોટ શહેરનાં લોકમેળામાં બે દિવસમાં બે દુર્ઘટના સર્જાઈ

0
1011

રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળામાં મોતના કુવામાં કરતબ કરતી કારનું અચાનક ટાયર નીકળી જતાં કાર નીચે પટકાઈ જતાં લોકોનાં જીવ અદ્ધર થઈ ગયાં.

બે દિવસ પહેલા એટલે કે જન્માષ્ટમી ના દિવસે પણ એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાયો હતો.

રાજકોટ શહેરના લોકમેળામાં ગઈકાલે મોતના કૂવામાં ચાલી રહેલા કરતબ દરમિયાન એક કાર અચાનક જ નીચે ખાબકી હતી. જ્યાં કરતબ દરમિયાન કારનું ટાયર નીકળી ગયું હતું, જે બાદમાં કાર સીધી નીચે ખાબકી હતી. જોકે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.જોકે, ત્યાં હાજર તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અને એના આગલાં દિવસે એટલે કે જન્માષ્ટમી ના દિવસે ચાલુ રાઈડ દરમિયાન યુવક રાઇડમાંથી નીચે પટકાયો હતો

રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે લોકમેળામાં બ્રેક ડાન્સ નામની રાઇડમાં એક યુવક રાઇડની મજા માણતો હતો, અને હસતો હસતો મેળાની મજા લેતો હતો અચાનક બીજી સેકન્ડે યુવક રાઇડમાંથી નીચે પટકાયો હતો અને માથાના ભાગે ઉપર ખાડો થઇ જતા ગંભીર ઇજા પહોંચી હતી. રાઇડ સંચાલકે તત્કાલીન રાઈડ બંધ કરી યુવકને નીચે ઉતારી એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

રાઇડમાં બેસતી વખતે દરેક લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. રાઇડમાં બેસતી વખતે રાઇડનાં સંચાલકોની સૂચના મુજબ વ્યવસ્થિત રીતે બેસી રાઈડની મજા માણવી જોઈએ. જો એવું ન કરીએ અને રાઈડ દરમિયાન મજાક મસ્તી કરીએ અથવા વ્યવસ્થિત ન બેસીએ તો દુર્ઘટના જરૂરથી સર્જાઈ શકે છે અને તેમાં કદાચ મજાની સજા સમાન જીવ ગુમાવવાનો પણ વખત આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here