રાજપીપળામાં બોગસ ડિગ્રી-માર્કશીટ કૌભાંડ ઝડપાયું,

આરોપી મહિલા બેઉલા નંદ રેવ બીસી નંદની ધરપકડ કરાઇ

0
411

દિલ્હીથી પકડાયેલી મહિલા પાસેથી દેશની 35 યુનિ.ની 237 ડિગ્રી અને 510 માર્કશીટ મળી

  • DySP વાણી દૂધાતના સુપરવિઝનમાં 4 ટીમો બનાવીને દેશભરમાં તપાસ શરૂ
  • મહિલાના સંપર્ક રહેલા દેશભરના 31 એજન્ટની પોલીસે શોધખોળ શરૂ કરી

રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદના આધારે નર્મદા LCB પોલીસે દિલ્હીથી એક મહિલાને પકડીને દેશવ્યાપી બોગસ ડિગ્રી-માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે દિલ્હીની મહિલાની ધરપકડ કરીને તેની પાસેથી દેશની 35 યુનિવર્સિટીની 237 ડિગ્રી અને 510 માર્કશિટ જપ્ત કરી છે. પોલીસે મહિલાના 6 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.

10 ડિસેમ્બર-2021ના રોજ ફરિયાદ થઇ હતી
રાજપીપળાની બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં 10 ડિસેમ્બર-21ના રોજ એક બનાવટી વેબસાઈટ બની હતી. આ ઉપરાંત એક બનાવટી ડિગ્રી સર્ટી વેરીફીકેશન માટે આવી હતી. આ અંગે રજીસ્ટ્રારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજપીપળા પોલીસ અને નર્મદા LCB સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી.

પોલીસે બોગસ ડિગ્રી-માર્કશીટ સહિતનો જપ્ત કરેલો મુદ્દામાલ

પોલીસે બોગસ ડિગ્રી-માર્કશીટ સહિતનો જપ્ત કરેલો મુદ્દામાલ

દિલ્હીથી મહિલા પકડાઇ
આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ દિલ્હી ખાતેથી બેઉલાનંદ રેવ બીસી નંદ નામની મહિલાએ બનાવ્યા છે અને આ મહિલા નવી દિલ્હીના રાજાપુરી રોડ ઉત્તમનગરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. LCBની ટીમ દિલ્હી પહોંચી ગઇ હતી અને આરોપી મહિલાને ઝડપી પાડી હતી અને ઘરમાં તપાસ કરતા દેશની અલગ-અલગ 35 યુનિવર્સિટીના 30 ડિગ્રી સર્ટિફિકેટ અને 10 માર્કશીટ, સ્ટેશનરી, કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સિટી તેમજ બોર્ડના 94 રબર સ્ટેપ તથા ડિગ્રી સર્ટિફિકેટ તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક મળી આવ્યા હતા.

73 વેબસાઇટ ડોમેઇન મહિલા ચલાવતી હતી
આ ઉપરાંત અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સિટી તથા સંસ્થાઓના કુલ-73 વેબસાઇટ ડોમેઇન મહિલા ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને આરોપી મહિલા સાથે સંપર્ક રહેલા ગુજરાત અને ગુજરાત બહારના 31 એજન્ટની શોધખોળ શરૂ કરી છે. DySP વાણી દૂધાતના સુપરવિઝનમાં 4 ટીમો બનાવી છે. દેશભરમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.

મહિલાના 6 દિવસના રિમાન્ડ મંજૂર
આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, બોગસ ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ્સ સાથે પકડાયેલી દિલ્હીની મહિલાની ધરપકડ કરીને તેના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.

[Source link]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here