રાજ્યના ડેપ્યુટી કલેકટર કક્ષા 134 અધિકારીઓની એક સામટી બદલી કરાઈ, GAS કેડરના 33 અધિકારીઓને બઢતી

0
524
સ્વર્ણિમ સંકુલ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar

સ્વર્ણિમ સંકુલ ( ફાઈલ ફોટો)

  • તાજેતરમાં રાજ્યના 9 IAS અધિકારીઓને પ્રમોશન સાથે ટ્રાન્સફરના આદેશ અપાયા હતાં

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની રચના બાદ IAS અને IPS અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતી કરવામાં આવી રહી હતી પણ ગુજરાત શિક્ષણ વિભાગમાં પ્રથમ વખત વર્ગ-2માં મોટાપાયે બદલીઓ કરવામાં આવી હતી.બાદમાં પોલીસ ખાતામાં અને હવે ડેપ્યુટી કલેકટર કક્ષાના 134 અધિકારીઓની બદલી કારવામાં આવી છે. તેમજ GAS કેડરના 33 અધિકારીની બઢતી કરાઈ છે.

તાજેતરમાં રાજ્યના 9 IAS અધિકારીઓને પ્રમોશન સાથે ટ્રાન્સફરના આદેશ
રાજ્યના 9 IAS અધિકારીઓને પ્રમોશન સાથે બદલીના આદેશ થયા છે. જેમાં AUDAના મુખ્ય કાર્યકારી અધિકારી એ.બી ગોરની પ્રમોશન સાથે વડોદરાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે IAS ડી.પી દેસાઈની પ્રમોશન સાથે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે બદલી કરાઈ છે.આ ઉપરાંત અન્ય જે IAS અધિકારીઓને પ્રમોશન મળ્યું છે તેમાં ડો. અજય કુમાર, 2006ની બેચના IAS જેઓ ડેપ્યુટેશન પર ભારત સરકારમાં શિક્ષણ વિભાગમાં શિક્ષણ મંત્રીના પ્રાઈવેટ સેક્રેટરીના પદે કાર્યરત હતા તેઓ પ્રમોશન સાથે પોતાની સેવા ચાલું રાખશે. આવી જ રીતે વર્ષ 2006ની જ બેચના IAS જેનુ દેવનને પ્રમોશન સાથે સ્પેમ્પના અધિક્ષક અને નોંધણી મહાનિરીક્ષક ગાંધીનગર તરીકે બદલી થઈ છે.

GAS કેડરના આ 33 અધિકારીઓને બઢતી મળી

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here