અમદાવાદમાં સૌથી વધુ 74 લોકોને દોરીથી ઈજા થઈ
અમદાવાદમાં વાહનચાલકો દોરીથી ઈજા પામ્યા હતાં
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને સાંજના 9 વાગ્યા સુધીમાં 3367 જેટલા કોલ મળ્યા
વર્ષ 2021માં 2295 કોલ મળ્યા હતા
ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માતના બનાવો બનતાં હોય છે. સાંજ સુધીમાં રાજ્યમાં દોરીના કારણે ઇજાના 248 જેટલા બનાવો બની ચૂક્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 74 લોકો દોરીથી ઈજાગ્રસ્ત થયા છે. જેમાં સિંગરવા નજીક એક યુવકનું દોરીથી ગળું કપાતા શારદાબેન હોસ્પિટલમાં ખસેડાયો હતો, ભાવનગરમાં પણ હેવમોર ચોક પાસે એક વૃદ્ધ દોરીથી ઈજાગ્રસ્ત થતા સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. ઉપરાંત રાજકોટમાં પણ વધુ ચાર દોરી વાગવાના બનાવો બન્યા હતા, જે તમામને ઇજા થતા 108માં સિવિલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આમ રાજકોટ 26, વડોદરામાં 28 તથા સુરતમાં 27 લોકો દોરીથી ઘવાયા છે.