રાજ્યમાં વધુ એક લહેરના મંડાણ થયા હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરોત્તર કેસમાં વધારો થઈ રહ્યો છે. 7 મહિના બાદ પહેલીવાર 1200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1259 નવા કેસ નોંધાયા છે. જ્યારે 151 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 654 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 5 હજારને પાર થયા છે અને કુલ 5858 થયા છે.
અમદાવાદમાં સૌથી વધુ 631 કેસ
સુરતમાં 213 કેસ નોંધાયા
વડોદરામાં 68 કેસ રાજકોટમાં 37
વલસાડમાં 40 કેસ નોંધાયા
આણંદમાં 29 ખેડામાં 24
ગાંધીનગર 18 ભાવનગર 17
છેલ્લા 24 કલાકમાં 151 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5858
રાજ્યમાં કોરોનાથી 3 દર્દીના મોત
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,34,538
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,047
રાજ્યમાં ઓમિક્રોનના 16 કેસ નોંધાયા