- દુકાનો 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે
- રેસ્ટોરન્ટ 75 ટકા કેપેસિટી સાથે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે
- હોમ ડિલિવરી 11 વાગ્યા સુધી ચાલુ રહેશે
રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 4000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે.છેલ્લે કોરોનાની બીજી લહેર દરમિયાન મે અને જૂન, 2021માં ગુજરાત સરકારે કોરોનાની ગાઈડલાઈન બહાર પાડી હતી. હવે આઠ મહિના પછી ફરી એવી સ્થિતિ સર્જાઈ છે.
સરકારે ત્રીજી લહેર માટે 20 નવા નિયંત્રણો મુક્યા છે. જેમાં રાત્રિ કર્ફ્યૂ વાળા 10 શહેરમાં ત્રણ નિયંત્રણ જ્યારે રાજ્યના બાકીના વિસ્તારમાં અન્ય 17 નિયંત્રણો છે. 10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ, દુકાનો-લારી ગલ્લાંઓ, હોટલ-રેસ્ટોરાં અને અન્ય વિસ્તારોમાં રાજકીય-સામાજિક કાર્યક્રમો, લગ્ન પ્રસંગ, અંતિમક્રિયા-દફનવિધિ, પબ્લિક તથા પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ, સિનેમા હોલ, જીમ, વોટરપાર્ક-સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ-મનોરંજક સ્થળો, જાહેર બાગ બગીચાઓ, ધોરણ 9થી ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ સેન્ટરો, શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજ, સ્પર્ધાત્મક-ભરતી પરીક્ષાઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિયંત્રણો લાદ્યા છે.
આ 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ
1.અમદાવાદ
2.વડોદરા
3.સુરત
4.રાજકોટ
5.ભાવનગર
6.આણંદ
7.નડિયાદ
8.જામનગર
9.જૂનાગઢ
10.ગાંધીનગર
- લગ્ન અને સામાજિક પ્રસંગોમાં 400 લોકોની મંજૂરી
- અંતિમક્રિયામાં 100 વ્યક્તિઓને મંજૂરી
- દુકાનો 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે
- રેસ્ટોરન્ટ 75 ટકા કેપેસિટી સાથે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે
- હોમ ડિલિવરી 11 વાગ્યા સુધી ચાલુ રહેશે
રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લક્ષમાં લેવાની સૂચનાઓ:-
- બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
- મુસાફરોને રેલવે, એરપોર્ટ, ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
- રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન કોઇ પણ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહીં.
- આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
- અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજૂ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
- અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.