અમરેલીના એસ.પી નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનેટરિંગમાં બદલી
મહેસાણાના એસ.પી ડો.પાર્થરાજસિંહને રાજકોટ મુકાયા
અચલ ત્યાગી મહેસાણાના નવા એસ.પી
ગુજરાત ગૃહવિભાગ ઘણા સમયથી એસ.પી કક્ષાના અધિકારીઓની બદલી કરવાનું વિચારી રહ્યું હતું જેને લઈને આજે રાજ્યના 77 IPS ની બદલી કરી દેવામાં આવી છે અને સાથે જ 20 IPS ને બઢતી સાથે બદલી આપવામાં આવી છે..
અધિકારીઓની જો વાત કરીએ તો
જયપાલસિંહ જાડેજા,એન્ડ્રુજ મેકવાન,હિમાંશુ સોલંકી,વિજય પટેલ,ભગીરથસિંહ જાડેજા,રાજેષ ગઢીયા,પન્ના મોમાયા,મુકેશ પટેલ,ઉમેશ પટેલ ,હરેશ દુધાત,હર્ષદ મહેતા,જયરાજસિંહ વાળા,યુવરાજસિંહ જાડેજા, બળદેવ દેસાઈ,લખધીરસિંહ ઝાલા, નરેશ કણઝરીયા,હેતલ પટેલ,મનોહરસિંહ જાડેજા,તેજસ પટેલ,રાહુલ પટેલ,યશપાલ જાગણીયા,એમ જે ચાવડા,ઉષા રાડા, ડો.પાર્થરાજસિંહ ગોહિલ,મયુર પાટીલ,અક્ષયરાજ મકવાણા,એ.આર ઓડેદરા, અચલ ત્યાગી,પ્રશાતં સુંબે, પ્રેમસુખ ડેલુ,મનોહરસિંહ જાડેજા, નિર્લિપ્ત રાય વગરે ઓફિસરની બદલી કરી દેવામાં આવી છે.
અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનેટરીંગ સેલમાં નિમણુંક કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ગેરકાયદેસર કામ પર કડકાઈથી અમલ કરવા અમરેલી એસપી નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનેટરીંગમાં મુકવામાં આવ્યા છે.
મહેસાણાના એસપી ડો. પાર્થરાજસિંહને બઢતી સાથે રાજકોટ મુકવામાં આવ્યા છે ને DCP ઝોન 5 અમદાવાદના અચલ ત્યાગી મહેસાણાના નવા એસ.પી બન્યા છે…