ઓપરેશન કરવાની બ્લેડથી કર્યો હુમલો
જુની અદાવતમાં થયો હિચકારો હુમલો
પીડિત પત્રકારે નોંધાવી પોલીસ ફરીયાદ
રાધનપુર રેફરલ હોસ્પિટલમાં રાધનપુર નો વિષ્ણુભાઈ રાધનપુર નો પત્રકાર તેના સંબંધી દર્દી ને મળવા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં મળવા ગયેલ તે સમયે કોઈ જૂની અદાવત રાખી ડોક્ટરો અને તેના માણસો એ અચાનક જીવલેણ હુમલો કર્યો હતો.જીવલેણ હુમલા માં પત્રકાર ને ડોકટર હિતેશભાઈ એ ઓપરેશન કરવાની શરીર ના ભાગે બ્લડ મારી દેવામાં આવી હતી.ત્યારે ડૉક્ટર ના બીજા માણસો એ પત્રકાર ને ગળે ફાસો આપ્યો હતો આમ સમગ્ર સ્ટાફ તૂટી પડ્યો હતો ત્યારે પત્રકારે પોતાનો જીવ બચાવવા પોલીસ ને જાણ કરી હતી.પોલીસ આવ્યા બાદ તેનો બચાવ થયો હતો અને પત્રકાર ને ગંભીર ઇજા ઓ હોઈ તેણે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ ડોક્ટરો અને તેમના સ્ટાફ વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ આપી હતી અને આજે રાધનપુર પત્રકાર એકતા સંગઠન રાધનપુર તરફ થી આજે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ અને રેફરલ હોસ્પિટલમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.પત્રકાર એકતા સંગઠન ના પ્રમુખ નાનજીભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ રીત નો હુમલો ચલાવી નહિ લઈએ અને કડકમાં કડક કાર્યવાહી થાય અને જો સત્વરે કાર્યવાહી નહિ કરવામાં આવે તો તાલુકે તાલુકે ન્યાય માટે આવેદનપત્ર આપીશું.
બ્યુરો રીપોર્ટ વિસનગર..