રાધનપુર શહેરમાં વોર્ડ નં.7 માં પીવાના પાણીની વિકટ સમસ્યા હોઈ વોર્ડની મહિલાઓ શહેર પ્રમુખ પાણીની પારાયણ લઈને પાલિકામાં પહોંચ્યા

મહિલાઓએ પહેલાં ભાજપના કોર્પોરેટર પાસે અને ત્યારબાદ પાલિકામાં જઈને છાજીયા લીધા

0
1240

રાધનપુર શહેરમાં વોર્ડ નં.7 માં પીવાના પાણીની વિકટ સમસ્યા હોઈ વોર્ડની મહિલાઓ પહેલાં ભાજપના કોર્પોરેટર પાસે અને ત્યારબાદ નગરપાલિકામાં જઈને છાજીયા લીધા હતાં, અને ફરીથી વોર્ડની તમામ મહિલાઓને નગરપાલિકા લઈને આવવાની ચીમકી ઉચ્ચારી હતી.નગરપાલિકામાં કોંગ્રેસની બોડી સત્તા ઉપર છે,અને વોર્ડ નં.7 માં ભાજપની આખી પેનલ જીતેલી છે.આ વોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હોઈ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોત્સનાબેન જોષી પાણીની રજુઆત કરવા માટે પહેલાં ભાજપના કોર્પોરેટર ડો.વિજય સુથારને મળીને રજૂઆત કરી હતી, ત્યારબાદ નગરપાલિકામાં પ્રમુખ કાનજીભાઈ પરમારને મળીને રજૂઆત કરી હતી.બંનેએ પાણીની સમસ્યા હલ કરવાની હૈયાધારણ આપી હતી.

Source – divya bhaskar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here