રામપુરામાં આવેલ કિષ્ણાધામમાં છ જુગારીઓને કુલ કિં.રૂ.૨૭,૬૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દેત્રોજ પોલીસ

0
170

અમદાવાદ ગ્રામ્ય માં પ્રોહી-જુગાર ની ગે.કા પ્રવૃતીઓ નેસ્તનાબુદ કરવા બી.એચ.ઝાલા પો.સબ ઇન્સ. દેત્રોજ પોલીસ ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. દરમિયાન એ.એસ.આઇ રાજુભાઇ થાવરાજી નાઓની ચોક્કસ બાતમી આધારે રામપુરા ગામમાં આવેલ કિષ્ણાધામમાં ઓફીસની આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો મળી જાહેરમા ગંજી પાનાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે. તેવી મળેલ બાતમી આધારે રેઇડ કરતા જુગાર રમતા (૧)મુકેશભાઇ રસીકભાઇ પ્રજાપતિ (૨)અજમલજી મંગાજી ઠાકોર (૩) બ્રિજેશ રામ અવતાર શર્મા (૪) નરેન્દ્રભાઇ મગનભાઇ મકવાણા(૫) મોહસીનભાઇ ઇકબાલભાઇ ઘાંચી(૬) ગૌત્તમભાઇ પરસોત્તમભાઇ સોલંકી તમામ રહે.રામપુરા તા.દેત્રોજ જી.અમદાવાદ, રોકડ રકમ ૧૨,૬૮૦/- તથા જુદી જુદી કંપનીના મોબાઇલ નંગ-૦૫ કિં.રૂ;૧૫,૦૦૦/-તથા ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.૨૭,૬૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી દેત્રોજ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૨૦૧૭૨૨૦૩૫/૨૦૨૨ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો રજી. કરી સંડોવાયેલ ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

સદર કામગીરીમાં (૧) એ.એસ.આઇ રાજુભાઇ થાવરાભાઇ(૨)એ.એસ.આઇ જીતેન્દ્રકુમાર દલસુખભાઇ (૩) પો.કો વનરાજસિંહ બળવંતસિંહ (૪) પો.કો નરેશભાઇ રામસંગભાઇ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here