રાષ્ટ્રીય કરણીસેનાના ગુજરાત પ્રમુખનો અકસ્માતમાં ચમત્કારીક બચાવ

0
628

ગઈ કાલે રાત્રે નડીયાદથી આવતી વખતે રાષ્ટ્રીય કરણીસેનાના ગુજરાત પ્રમુખશ્રી રાજ શેખાવતજીને કાર અકસ્માત નડ્યો હતો.જેમાં તેમનો તથા તેમની સાથે કારમાં સવાર તમામનો ચમત્કારીક બચાવ થયો હતો.ગુજરાતીમાં કહેવત છે કે “જેને રામ રાખે તેણે કોણ ચાખે” તે કહેવત સાર્થક નીવડી છે.

રાજપૂત સમાજના કોહીનુર, યુવાઓના હૃદય પર રાજ કરનારા કરણીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત ગઈકાલે રાત્રે યુવા ક્ષત્રિય સેના દ્વારા આયોજીત ક્ષત્રિય સંમેલનમાં જઈ રહ્યા હતા તે સમય એક તુફાન ગાડી સાથે તેમની ગાડીનો અકસ્માત થઈ ગયો હતો. જેમાં રાજ શેખાવતજી ની સાથે યુવા અધ્યક્ષ લખન દરબાર અને સુંદરસિંહ તેમજ એમના બોડીગાર્ડ ઈંદરપાલસિંહ ઉપસ્થિત હતા.માં કરણીના આશિર્વાદથી તમામ લોકો બચી જવા પામ્યા હતા.

આ ભયાનક અકસ્માતમાં રાજ શેખાવતજીની કાર સંપુર્ણ પણે નષ્ટ થઈ જવા પામી હતી.આ બાબતની જાણ કરણીસેનાના કાર્યકર્તાઓને થતાં કારમાં સવાર તમામ માટે પ્રાથના થઈ રહી હતી જે સાર્થક નીવડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here