પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સામે રાજસ્થાનમાં પાર્ટીની ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિ અને સરાકરની જનતાની વચ્ચે છભિ અંગે તેનો ફિડબેક આપ્યો. સૂત્રો મુજબ, પાયલટે બંને નેતાઓને ઇશારામાં સ્પષ્ટ જણાવ્યું કે, મોટા બદલાવ વગર રાજસ્થાનમાં ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે ટકવું મુશ્કેલ છે. પાર્ટી સૂત્રોએ એમ પણ દાવો કર્યો છે કે, કોંગ્રેસ હાઇકમાન રાજસ્થાન પીસીસીનાં લાંબા સમય સુધી ચીફ રહી ચૂકેલાં સચિન પાયલને રાજસ્થાનની જગ્યાએ હાલમાં કેન્દ્રીય સ્તરે મોટી જવાબદારી આપવાં મંથન કરી રહી છે. સચિન પાયલટની દેશભરમાં યુવાઓ વચ્ચે અસરદાર છબિ જાેતા પાયલટને પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ બનાવવા પર વિચારણાં ચાલી રહી છે. આ કારણથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પાયલોટ સાથે દેશમાં કોંગ્રેસની સ્થિતિ, ખાસ કરીને આગામી ચૂંટણી પહેલા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સચિન પાયલટ પાર્ટીના એવા કેટલાક નેતાઓમાંના એક છે જેમણે લગભગ તમામ રાજ્યોમાં પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. ખાસ કરીને યુપીમાં પ્રિયંકા ગાંધી સાથે પ્રચાર કર્યો.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં સચિન પાયલટની ભૂમિકાને લઈને પ્રિયંકા ગાંધી ખૂબ જ ખુશ છે. યુપીમાં, પાયલોટે માત્ર ગુર્જર પ્રભુત્વવાળી બેઠકો પર જ નહીં પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પ્રચાર કર્યો. પ્રિયંકા ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાયલટનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. પ્રિયંકા ગાંધીએ ગયા મહિને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કહ્યું હતું કે પાયલોટે ચૂંટણીમાં સખત મહેનત કરી હતી અને યુપીમાં તેમની સાથે હતી. પ્રિયંકા ગાંધી હવે પાયલટને મોટી ભૂમિકામાં જાેવા માંગે છે. આ કારણે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી બંનેએ મળીને સચિન પાયલટ સાથે મુલાકાત કરી હતી. જાેકે સચિન પાયલટ ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં મોટી ભૂમિકા ઈચ્છે છે. પાયલોટના સમર્થકો પણ રાજસ્થાનમાં પરિવર્તન ઈચ્છે છે નહીંતર સચિન પાયલટને મોટી ભૂમિકા સોંપવામાં આવે. કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ પાયલટની ભૂમિકા અંગે અંતિમ ર્નિણય લેવાનો બાકી છે, તેમને પાર્ટીની મોટી જવાબદારી સોંપવી કે રાજસ્થાનમાં તેમની ભૂમિકા નક્કી કરવી જાેઈએ.
કોંગ્રેસમાં ઉચ્ચ સ્તરે પણ ચર્ચા તેજ બની છે કે શું પાયલટ વિના અશોક ગેહલોત રાજસ્થાનમાં કોંગ્રેસને ફરી સત્તામાં લાવી શકશે કે નહીં.સચિન પાયલટને શું કોંગ્રેસ મોટી જવાબદારી આપવાનાં છે. કોંગ્રેસમાં પાયલટને મોટી જવાબદારીની ચર્ચા પાછળનું કારણ છે તેમની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે લાંબી મુલાકાત. પાયલટે ગત શુક્રવારે બંનેને આશરે ૧ કલાક સુધી વાતચીત કરી હતી. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પાયલટ સાથે ઘણાં મુદ્દા પર વાત કરી છે. મુખ્યમંત્રી અશોક ગહલોતનાં મંત્રિમંડળમાં ફેરબદલ અને બોર્ડ અને નિગમમાં રાજનીતિક નિયુક્તિઓ બાદ રાજસ્થાનમાં ૨૦૨૩માં થનારી વિધાનસભાની ચૂંટણી અંગે કોંગ્રેસની સ્થિતિ અને આશા કેટલી મજબૂત છે. તેનાં પર મંથન થયું.