ભારતીય રિઝર્વ બેન્કે અન્ય બેન્કો અને નાણાકીય સંસ્થાઑને સૂચન કર્યું છે, કે તેઓ પોતાના રિકવરી એજન્ટોને લોન વસૂલી દરમિયાન ગ્રાહકો સાથે ગાળા-ગાળી અને ખરાબ વર્તન કરવું નહીં. તેમજ ઉઘરાણી માટે ધાક ધમકી આપવી નહીં એવી સૂચના આપવામાં આવે. જો કર્મચારી આવું કરે છે તો બેન્ક કે નાણાકીય સંસ્થાન જ જવાબદાર રહેશે. રિકવરી માટે સવારે 8 વાગ્યા પહેલાં અને સાંજે 7 વાગ્યા બાદ ફોન ન કરવો જોઈએ.
RBI એ વેબસાઇટ પર જાહેર સરક્યુલરમાં કહ્યું, એજન્ટ ગાઇડલાઇન્સથી હટીને કામ કરી રહ્યા છે. બેંકો, સંસ્થાનોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે એજન્ટ લોન લેનાર લોકોને પરેશાન ન કરે. લોન વસૂલી માટે ડરાવવા-ધમકાવવા નહીં. કોઈ પણ લોન લેનારથી ગાળા-ગાળી કે મારામારી ન થવી જોઈએ. કેન્દ્રીય બેન્કે કહ્યું હતું કે, એજન્ટ્સને લોન લેનારના દોસ્તો કે પરિજનોની સાથે સાર્વજનિક રીતે ગેરવર્તન ન કરવું જોઈએ.
લોન લેનાર લોકોને મોબાઇલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી ડરાવવા-ધમકાનાર મેસેજ ન મોકલવા. આ ઉપરાંત આવા ફોન કોલ પણ ન કરવા. આદેશ નું ઉલ્લંઘન કરનાર પર ગંભીર કાર્યવાહી કરવામાં આવશે પગલાં લેવામાં . મજબૂરીમાં અનેકવાર લોકોને લોન લેવી પડે છે. પરંતુ અનેકવાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે હપ્તો ચૂકવી નથી શકતા. તેનાથી બેંકોના લોન રિકવરી એજન્ટ તેમને વસૂલીને લઈને હેરાન કરે છે. પરંતુ, હવે તેઓ આવું વર્તન નહીં કરી શકે.