રોકેટ ગતિએ ફેલાતું કોરોના સંક્રમણ,24 કલાકમાં 1792 કેસ સાથે એક મોત, 56 વિદ્યાર્થીને ચેપ લાગતાં 4 સ્કૂલો બંધ કરાવાઈ

0
395

સંક્રમણને ફેલાતું અટકાવવા પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારે કરવામાં આવી રહ્યું છે.(ફાઈલ તસવીર)

  • એક્ટિવ કેસની સંખ્યા વધીને 8893 થઈ ગઈ

સુરતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. વિતેલા 24 કલાકમાં જ 1792 કેસ શહેર અને જિલ્લામાં નોધાયા છે. જ્યારે એકનું મોત નીપજ્યું છે. 56 વિદ્યાર્થીઓને ચેપ લાગતાં 4 સ્કૂલો બંધ કરાવવામાં આવી છે. કેસોની સંખ્યા વધતા પાલિકાએ 6 વિસ્તારોને રેડ ઝોન અને 14 વિસ્તારોને હાઇ રીસ્ક ઝોનમાં મૂકી દીધા છે. વેસુમાં 570, સિટીલાઇટમાં 497, અલથાણમાં 250 જેટલા કેસો થઈ જતાં વીઆઇપી રોડ, હેપ્પી રેસિડન્સી સહિતના વિસ્તાર રેડ ઝોનમાં જ્યારે જોગર્સ પાર્ક-કેનાલ રોડ, અઠવા-ચોપાટી, વરાછા ગામ સહિતના વિસ્તારોને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

ઓમિક્રોનનો કેસ નહી
જિલ્લામાં પણ 114 કેસ સામે આવ્યા હતા. રવિવારે શહેરમાં 1796 કેસ હતા, એક દિવસમાં 114 કેસ ઓછા નોંધાયા હતા. શહેરમાં સોમવારે ઓમિક્રોનનો એક પણ કેસ સામે આવ્યો ન હતો. નવા 56 સ્ટુડન્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.પોઝિટિવ લોકો માંથી 975 લોકો ફુલ્લી વેક્સિનેટેડ છે. 12 લોકોએ રસીનો એક જ ડોઝ લીધો છે. ભાઠેના વિસ્તારમાં આવેલી સુમન સિદ્ધિ સોસાયટી માં 12 અને લિંબાયતની શ્રીનાથ સોસાયટીમાં 5 કેસ નોંધાતા બંને સોસાયટી ક્લસ્ટર કરી હતી. તેવી જ રીતે અઠવા ઝોનમાં કેનાલ રોડ પ્રતિભા પાર્કમાં એક જ ઘરમાં સાત વ્યક્તિઓ પોઝિટિવ આવતા ક્લસ્ટર કરવામાં આવી છે.

4 સ્કૂલો બંધ કરાવાઈ
સોમવારે સંક્રમિત 56 વિદ્યાર્થીઓમાં કતારગામની સુમન શાળા-289 માં 5 અને સુમન શાળા-254 માં 4 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા સ્કૂલ બંધ કરાવી છે. આ સિવાય સચિનની એલ ડી સ્કૂલમાં 09 તેમજ વરાછાની સાધના સ્કૂલમાં 12 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા સ્કૂલ બંદ કરવામાં આવી છે.આ ઉપરાંત સનલાઇટ શાળા, રાયન શાળા, ઉન્નતિ શાળા, આશાદીપ શાળા, પ્રભાત તારા શાળા, વી એન એસ જી યુ, લાન્સર આર્મી શાળા, સાર્વજનિક શાળા, કે પી કોલેજ, ધારુકાવાળા કોલેજ, એસ વી એન આઈ ટી, ભારતી મૈયા, ડી આર બી કોલેજ, પી પી સવાણી નર્સિંગ કોલેજ, એસ ડી જૈન, સાર્વજનિક શાળા તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં પણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવ્યા છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ ૭૮૫ જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્યુ છે. જેમના રિપોર્ટ પેન્ડિંગ છે.

સૌથી વધુ 392 કેસ રાંદેર ઝોનમાં નોંધાયા
​​​​​​​રાંદેર ઝોનમાં કોરોનાના સૌથી વધુ 392 કેસ સામે આવ્યા છે. જ્યારે અઠવા ઝોનમાં 382 કેસ સામે આવ્યા હતા. સેન્ટ્રલ ઝોનમાં 110, વરાછા એ ઝોનમાં 120,વરાછા બી ઝોનમાં 72, કતારગામમાં 167, લીંબાયતમાં 247 જ્યારે ઉધના ઝોનમાં 188 કેસ સામે આવ્યા હતા. પોઝિટિવ કેસોમાંથી એક વ્યક્તિ શારજાહ, બીજી વ્યક્તિ દુબઈ અને ત્રીજી વ્યક્તિ સાઉથ આફ્રિકાના પ્રવાસ કરી પરત આવ્યો છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here