ગઈકાલે બોટાદ જિલ્લામાં બનેલ લઠ્ઠા કાંડમાં આશરે 28 જેટલા લોકોના મૃત્યુ થયા છે અને બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી જવા પામેલી છે અને બોટાદમાં રોજબરોજ ખૂન લુટ અને લઠ્ઠાકાંડ જેવા બનાવો બનવા પામેલ છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બોટાદ પોલીસ સદંતર નિષ્ફળ જવા પામેલ છે અને રોજબરોજ આવી ઘટનાઓ બને છે અને કાયદો અને વ્યવસ્થા જળવાતી નથી ત્યારે બોટાદ જિલ્લામાં બનેલ લઠ્ઠા કાંડની ઘટનાને વખોડી કાઢી આમ આદમી પાર્ટી દ્વારા દારૂબંધીને સાચી રીતે અમલમાં લાવવામાં આવે અને અન્ય ઘટના બનવા ન પામે તેવી માંગ સાથે બોટાદ એસપી કચેરીએ બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..
અહેવાલ… સંદીપ ઉમરાણીયા.. બોટાદ