રાષ્ટ્રપતિ,પીએમ,ગૃહમંત્રી સહિત તમામ નેતાઓએ વ્યક્ત કર્યું દુખ.
બોલીવુડ સહિત દેશ વિદેશમાં ઘેરા શોકની લાગણી..
28 સપ્ટેમ્બર 1929 ના રોજ જન્મેલા લતા મંગેશકરે 5 વર્ષની ઉમરથી જ ગાવાનું શિખવા લાગ્યા હતા અને બહુજ ટુંકા સમયમાં ભારે લોકચાહના મેળવી હતી.
લતા મંગેશકરે 20 ભાષાઓમાં ગીતો ગાયા હતા અને સુપર ડુપર હીટ ગીતો આપ્યા હતા જેના કારણે ઘણી એવી ફિલ્મો છે જે સુપરહીટ સાબિત થઈ હતી.
પોતાની કારકિર્દીમાં લતા મંગેશકરે 30 હજારથી વધું ગીતો ગાયા હતા અને 6 દાયકાની સફળ સફર બોલીવુડ તેમજ દેશ સામે રાખી હતી.
મેરી આવાજ હી મેરી પહેચાન હૈ
એવા લતા દીદીએ મધુબાલા થી માંડી માધુરી સુધી પોતાનો અવાજ આપ્યો હતો.
સફળ કારકિર્દીની જો વાત કરીએ તો તેમણે ઘણા નાના મોટા એવોર્ડ મળ્યા હતા.
પદ્મ ભૂષણ
પદ્મ વિભૂષણ
મહારાષ્ટ્ર ભૂષણ
સંગીત નાટક એકાદમી એવોર્ડ
ફિલ્મ ફેયર સ્પેશિયલ એવોર્ડ
દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ
અને ભારતના સર્વોચ્ચ સમ્માન એવા ભારતરત્નથી પણ લતાજીને સમ્માનવામાં આવ્યા હતા.
સુપરહીટ ગીતોની વણઝાર બહું લાંબી છે અભિમાન,સીલસીલા,દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે, દિલ તો પાગલ હૈ, મુગલે આઝમ,પાકીઝા,અનપઢ,પ્રેમ પુજારી,મોહબ્બતે, ગાતા રહે મેરા દિલ અને કારગીલ યુદ્ધ પર એમને આપેલું દેશભક્તિ ગીત એ મેરે વતન કે લોગો આજે પણ લોકોના હોઠે વસી રહ્યું છે.
લતાજીના નિધન પર પીએમ મોદીનું ટ્વિટ
પીએમ મોદીએ ટ્વિટ કરી પોતાનું દુખ વ્યક્ત કરતા લખ્યું કે મારૂ દુખ મારા શબ્દોથી પણ વધારે છે.બધાનું ધ્યાન રાખવા વાળા દીદી આપણને છોડીને જતા રહ્યા..
રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ વ્યક્ત કર્યું દુખ.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અમિત શાહ,નીતિન ગડકરી,યુપી સીએમ યોગી આદિત્યનાથ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી,બિહાર સીએમ નીતિશ કુમાર, કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ,ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ નેતાઓએ પોતાનું દુખ વ્યક્ત કરી લતા દીદીના પરિવારને સાંત્વના આપી હતી.
અક્ષય કુમાર,મનોજ બાજપાઈ સહિત દિગ્ગજોએ કર્યું ટ્વિટ
બોલીવુડમાં એક મોટી ક્ષતિ પડતા બોલીવુડ કલાકારો પણ દુખી જોવા મળ્યા હતા. અક્ષયકુમાર,મનોજ બાજપાઈ,મધુર ભંડારકર સહિત અનેક કલાકારોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
અમુક સમય થી તબિયત ખરાબ હોવાના કારણે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં લતા દીદી સારવાર હેઠળ હતા અને આજે એમનું 92 વર્ષની વયે દુખદ નિધન થતાં સંગીત જગતનો એક મોટો અધ્યાય પુરો થયો હતો.
આવનારી પેઢીઓ લતા દીદીને હંમેશા યાદ રાખશે અને એમના ગીતો લોકોના હોઠ પર ગુંજ્યા કરશે.