લમ્પિ રોગ ફેલાતો હોઈ રસીકરણ કરવા આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્યું

0
281

દેશમાં કોરોના વાયરસના તાંડવથી લોકોમાં હાહાકાર મચી ગયો હતો ત્યારે કોરોના રોગ સંપૂર્ણ નાબૂદ થાય તે પૂર્વે ગૌ માતાઓને લમ્પિ નામનો વાયરસ ચેપગ્રસ્ત કરી રહ્યો હોઈ ગૌમાતાની સુરક્ષા કરવી એ પણ જરૂરી બની ગઈ છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પ્રાન્ત કચેરીએ ગતરોજ આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટીએ સુઈગામ નાયબ કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુઈગામ વિસ્તારમાં છેલ્લા અમુક દિવસોથી ગાયોમાં લમ્પિ નામનો રોગ ફેલાઈ રહ્યો હોઈ પશુધન મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યા છે, જોકે લમ્પિ નામનો વાયરસ અટકાવવા ગૌમાતાને તાત્કાલિક ધોરણે રસીકરણ કરાય તો ઘણા મુંગાજીવોનો જીવ બચી શકે તેમ હોઈ સત્વરે પશુધનને બચાવવા રસીકરણ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના ડૉ. ભીમ પટેલે માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગૌમાતાને લમ્પિ રોગથી બચાવવા ડૉ. ભીમ પટેલે ઢીમા ધરણીધર ભગવાનનો એક દિવસીય પ્રાર્થનારૂપે ઉપવાસ કર્યો હતો.

અહેવાલ : અરવિંદ પુરોહિત, બ.કા.(થરાદ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here