ન્યુ દિલ્હી,
દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે આજે લિકર કેસ બાબતે ટ્વીટ કર્યું છે.પેપર લીક મામલે ઈસુદાને અવાજ ઉઠાવ્યો તો ખોટા આરોપમાં ફસાવ્યાં હોવાનું ટ્વીટમાં જણાવ્યું.વધુમાં કેજરીવાલે જણાવ્યું છે કે, ભાજપ 27 વર્ષથી ગંદી રાજનીતિ કરે છે’
ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા દ્વારા આયોજિત હેડ ક્લાર્કના પેપર લીક બાબતે ગુજરાતમાં આપ પાર્ટી દ્વારા વિરોધ કરવા જતાં ભાજપની મહિલા કાર્યકરે ઇસુદાન પર નશાની હાલતમાં છેડતી કરી હોવાનો આરોપ મુક્યો હતો.જે બાબતે ઇસુદાન સહિત નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.અને લિકર બાબતે સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યું હતું.
ઇસુદાનનો લિકર રિપોર્ટ પોઝિટિવ આવતા IPC 66(1)B, 85 (1) મુજબ ગુનો દાખલ થયો છે